________________
૧૪૪
द्वीपे चात्र समुद्रे धरणीधरमस्तके दिशामन्ते । या कूपेऽपि विधि रत्नं योजयति जन्मवतां ॥ ३५९ ॥
દ્વીપમાં, સમુદ્રમાં, પર્વત મસ્તકે, દિશાઓને છેડે કે કુવામાં પડેલા રત્નને વિધિજ મનુષ્યાને ચેાજી આપે છે. विपदोsपि पुण्यभाजां जायन्ते संपदोऽत्र जन्मवतां । पापविपाकाद्विपदो जायन्ते संपदोऽपि सदा ॥ ३६० ॥
પુણ્યશાલી પુરૂષોને વિપદ્ પણ સંપદ્ તુલ્ય થાય છે અને પાપ વિપાકથી, સંપન્ પણ સદા વિપદ્ તુલ્ય થાય છે. चित्रयति यन्मयूरान्हरितयति शुकान्बकान्सितीकुरुते । कर्मैव तत्करिष्यति सुखासुखं किं मनः खेदैः || ३६१ ॥
જે કમાઁ મેરને ચિત્રે છે, પાપટને હરીત-લીલા મનાવે છે, તેમજ બગલાને સફેદ બનાવે છે, તેજ ક સુખ અને અસુખ કરશે તે મનમાં ખેદ કરવાથી શે લાભ? अन्यत्कृत्यं मनुजश्चिन्तयति दिवानिशं विशुद्धधिया ॥ वेधा विदधात्यन्यत्स्वामी च न शक्यते धर्तुम् || ३६२ ॥
મનુષ્ય અહોનિશ વિશુદ્ધ બુદ્ધિથી ચિન્તવે છે કાંઈ, અને કર્માં-દૈવ આપે છે કાંઇ, કે જે તેના સ્વામી ધારણ કરવાને પણ શક્તીમાન નથી.
નેટ—(અત્ર દેવને ઉત્પન્ન કરનાર મનુષ્ય છે માટે તેને દૈવના સ્વામી કહ્યો.)
द्वीपे जलनिधिमध्ये गहनवने वैरिणां समूहे ऽपि । रक्षति मर्त्ये सुकृतं पूर्वकृतं भृत्यवत् सततं ॥ ३६३ ॥