________________
૧૪
दुःखं सुखं च लभ्येद्ययेन यतो यदा यथा यत्र । देवनियोगात्माप्यं तत्तेन ततस्तदा तथा तत्र ॥ ३४६॥
જે જીવ જેનાથી જ્યારે જેમ અને જ્યાં સુખ અને દુઃખ મેળવે છે તે તેને તેનાથી ત્યારે તેમ અને ત્યાં દેવ નિયોગથી પ્રાપ્ત થાય છે. यत्कर्म पुरा विहितं यातं जीवस्य पाकमिह किंचित् । न तदन्यथा विधातुं कथमपि शक्रोऽपि शक्नोति ॥ ३४७॥
જે પુર્વભવમાં કીધેલું કર્મ તે આ ભવમાં જીવને ઉદયમાં આવે છે તે જરાએ પણ હેને કઈ રીતે અન્યથા કરવાને ફેરવવાને) શકે પણ શક્તીમાન નથી થતા. धाता जनयति तावल्ललामभूतं नरं त्रिलोकस्य । यदि पुनरपि गतबुद्धिर्नाशयति किमस्य तत्कृत्यं ॥३४८॥
કઈ પણ પ્રાણીને એક વખત ત્રિલોકના લલામભૂત (મુકુટ સમાન) દેવ કર્મરૂપી વિધાતા બનાવી દે છે, તેજ પ્રાણને ફરી આ વિધાતા નિબુદ્ધિ બની નષ્ટભ્રષ્ટ કરી મૂકે છે તેનું શું કારણ? અર્થાત્ અવિવેકિયેનું આવુંજ અવિચારી કૃત્ય હોય છે. निहितं यस्य मयूखैन तमः संतिष्ठते दिगन्तेऽपि । उपयाति सोऽपि नाशं नापदि किं तं विधिः स्पृशति ॥३४९॥
જે સૂર્યના કિરણના પ્રકાશથી અન્ધકાર દીગન્ત-દીશાઓને છેડે ભરાઈ બેસે છે. તે સૂર્ય પણ નાશ પામે છે. શું! આપતું કાળમાં વિધિ તેને પણ નથી બચાવતી? '