________________
૧૧૮ શરીરના ગુણને નાશ કરનારી અતિસ્પષ્ટ પરિણતી જોઇને સંસાર સાગરથી તુરત પાર પામવાને પવિત્ર જનમતનું શરણ લઈ પરિગ્રહ (સંસારિક મમતા) ત્યજી, સમ્યક તપ અને સમ્યક ચારિત્ર આદિ હિત કાર્યોમાં બુદ્ધિમાન લેક આદર કરે છે.
પ્રકરણ ૧૨ મું.
મૃત્યુ નિરૂપણ संसारे भ्रमतां पुराजितवशाद् दुःखं सुखं वाइनुतां
चित्रं जीवितमंगीनां स्वपरतः संपद्यमानापदां दंतांतःपतितं मनोहररसं कालेन पक्वं फलं - स्थास्यत्यत्र कियचिरं तनुमतस्तीव्रक्षुधाचवितं ॥२९३॥
પુર્વ ભવમાં ઉપાર્જન કરેલા પાપ અને પુણ્યના ઉદયથી, દુખ અને સુખ ભોગવતાં થકાં સંસારમાં પરિભ્રમણ કરતા, સ્વ અને પરની બુદ્ધિથી નાના પ્રકારની આપત્તિઓ વહેરી લેનાર પ્રાણીઓનું, “વિચિત્ર જીવન અતિક્ષુધાતુર મનુષ્યના દાંતની મધ્ય પડેલા, મનહર રસવાળા અને સમયમાં પાકેલા ફળની જેમ કેટલો કાળ સ્થીર રહી શકે છે? नित्यं व्याधिशताकुलस्य विधिना संक्षिप्यमाणायुषो
नाचर्य भववर्तिनः श्रमवतो यज्जायते पंचता किं नामाद्भुतमत्र काननतरोरत्याकुलात्पक्षिभि
यत्मोद्यत्पवनप्रतापनिहतं पक्वं फलं भ्रश्यति ॥२९॥