________________
મુખ લાળથી મલિન થઈ ગયું, પગ પણ લથડવા લાગ્યા, દેહ કંપવા લાગ્યું અને મસ્તક બધું વેત થઈ ગયું, છતાં પણ તેને ત્યજતી નથી. गलति सकलं रूपं, लालां विमुंचति जल्पनं
स्वलति गमनं दंता नाशं श्रयति शरीरिणः विरमति मति नौ शुश्रूषां करोति च गेहिनी वपुषि जरसा ग्रस्तं वाक्यं तनोति न देहजः ॥२७६॥
જરા શરીરને ઘેરી લે છે, ત્યારે સકલ રૂપ જતું રહે છે, લાળ નીકળે છે, બકબકારે શરૂ થાય છે, ગતિ
ખલના પામે છે. અને દાંત પડી જાય છે, અને બુદ્ધિ વિરામ પામે છે, સ્ત્રી ચાકરી કરતી નથી અને પુત્ર બોલતે પણ નથી. આવી રીતે જરા જેકે દુખદાઈ છે ખરી, પણ શાંત ચિત્તે વિચાર કરવામાં આવે તે જરા મનુષ્યોની વિવેક બુદ્ધિને જાગૃત કરીને તેને ધમકરણ કરવા પ્રેરે છે. रचयति मतिं धर्म, नीति तनोत्यतिनिर्मला
विषयविरतिं धत्ते, चेतः शमं नयते परां व्यसननिहतिं दत्ते, सते विनीतिमथाचितां मनसि निहिता प्रायः पुसां करोति जरा हितं ॥२७७॥
ધર્મ તરફ મતિને દોરે છે, અને નિર્મળ નીતિને વધારે છે, વિષયથી વિરતિ પ્રાપ્ત કરાવે છે, ચિત્તને શાંતિ આપે છે, વ્યસનનો નાશ કરે છે, પુજનિય વિનીતિ વિનયને ઉદ્દભવ કરાવીને મનમાં સચોટ બેઠેલી જરા જનેને ઘણું ભાગે હિત કરે છે.