________________
સંસારરૂપી સમુદ્રને પાર પામવા માટે પવિત્ર નાવરૂપ, અને સમસ્ત દુખરૂપી ઇંધનને બાળી નાંખવામાં અગ્નિ સમાન, એ દશાંગ ધર્મ જે જ્ઞાનથી પ્રાપ્ત નથી થતે તે જ્ઞાન અનેં ચંદ્રોને ઈષ્ટ નથી. गंतुं समुल्लंध्य भवाटवीं यो
ज्ञानं विना मुक्तिपुरी समिच्छेत् सोऽधोऽधकारेषु विलंध्य दुर्ग
वनं पुरं प्राप्तुमना विचक्षुः ॥२०१॥ જે માણસ જ્ઞાન વિના માત્ર કિયાથી સંસાર અટવિનું ઉલ્લંઘન કરી મેક્ષ તરફ જવાની ઈચ્છા રાખે છે. તે માણસ ખરેખર ગાઢ એવા અંધકારમાં જેમ અંધ, દુર્લધ્ય એવા જંગલનું ઉલ્લંઘન કરી નગરમાં જવાની ઈચ્છા કરે તેના જેવો જાણ. ज्ञानेन पुसां सकलार्थसिद्धि
निाहते काचन नार्थसिद्धिः ज्ञानस्य मत्वेति गुणान् कदाचि
ज्ज्ञानं न मुंचंति महानुभावाः ॥२०२॥ જ્ઞાની પુરૂષને સકલ અર્થની સિદ્ધિ થાય છે, જ્ઞાનવિના અર્થની કાંઈ સિદ્ધિ થતી નથી. એવા જ્ઞાનના ગુણ જાણીને મહાનુભાવે કદાપિ જ્ઞાનને તજતા નથી. वरं विषं भक्षितमुग्रदोष
कर प्रविष्टं ज्वलनेऽविरौद्रे