________________
८०
વિના મનુષ્યાને સુખને અર્થે થતા નથી, તેથી તે સર્વેમાં
પણ જ્ઞાન પૂજવા ચાગ્ય છે.
ज्ञानं विना नास्त्य हितानिवृत्ति स्ततः प्रवृत्तिर्नहिते जनानां
ततो न पूर्वार्जितकर्मनाश
स्ततो न सौख्यं लभतेऽप्यभीष्टं ॥ १९८ ॥
અહિંતથી નિવૃત્તિ જ્ઞાન વિના થતી નથી, તેથી મનુખ્યાને હિતમાં પ્રવૃત્તિ થતી નથી, તેથી પૂર્વે બાંધેલા કર્મોના નાશ થતા નથી. અને તેથી અભીષ્ટ સુખ જે માક્ષ તે પણ પ્રાપ્ત થતું નથી.
क्षेत्रे प्रकाशं नियतं करोति रवि दिनेऽस्तं पुनरेव रात्रौ
ज्ञानं त्रिलोके सकले प्रकाशं
करोति नाच्छादनमस्ति किंचित् ॥ १९९॥
સૂર્ય દિવસને વિષેજ અને તે પણ નિયત કરેલા ક્ષેત્રમાં પ્રકાશ આપી શકે છે. રાત્રિમાંતે તે અસ્ત થાય છે, જ્યારે જ્ઞાન સમસ્ત ત્રિલોકને વિષે પ્રકાશમાન છે. તેને કોઇ અટકાવી શકતું નથી. भवार्णवोत्तारणपूतनावं निशेषः दुःखंधनदाववह्नि दशांग धर्म न करोति येन
ज्ञानं तदिष्टं न जिनेंद्रचंद्रैः ||२०० ||