________________
અર્થ: શ્રી ગૌતમ ગણધર ભગવંતને જોઈને બોધ (કવળજ્ઞાન) પામેલા
પંદરસો તાપસીએ અને ભરતચક્રી, ગુણસાગર, પૃથ્વીચન્દ્ર, મરુદેવા માતા વગેરેએ બાહ્ય વ્યવહારધર્મના પાલનનો કદાગ્રહ ક્યાં રાખ્યો હતો ? લિંગ કે ક્રિયાકાંડરૂપ આરાધનાઓ વિના જ તેઓ
કેવળજ્ઞાન પામ્યા હતા. ' (३९) तथा चिन्त्यं, तथा वाच्यं, चेष्टितव्यं तथा तथा ।
मलीमसं मनोऽत्यर्थं यथा निर्मलतां व्रजेत् ।। ७४ ।। અર્થ: તેવું વિચારો, તેવું બોલો, તેવું આચરો જેથી મલિન એવું મન ખૂબ
નિર્મળ બનવા લાગે. (४०) चञ्चलस्यास्य चित्तस्य सदैवोत्पथचारिणः ।।
उपयोगपरैः स्थेयं योगिभिर्योगकाङ्क्षिभिः ।। ७५ ।। અર્થ : આ ચિત્ત એકદમ ચંચળ છે, સદા ખોટા રસ્તે દોડી જનારું છે. જેમને
યોગ”ની ઈચ્છા છે તેવા યોગીઓએ સતત સાવધાન રહેવું જોઈએ. (४१) सुकरं मलधारित्वं, सुकरं दुस्तपं तपः ।
सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्तशोधनम् ।। ७६।। અર્થ : શરીર, વસ્ત્ર વગેરેને મેલાંધાણ રાખવા હજી સહેલાં છે, ઘોર અને
ઉગ્ર તપ કરવું હજી સહેલું છે, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો સહેલો છે
પણ ચિત્તને પવિત્ર રાખવાનું કાર્ય દુષ્કર દુષ્કર છે. (४२) पापबुद्ध्या भवेत्पापं को मुग्धोऽपि न वेत्त्यदः ।
धर्मबुद्ध्या तु यत्पापं तच्चिन्त्यं निपुणैर्बुधैः ।। ७७ ।। અર્થ : પાપબુદ્ધિથી પાપ થાય છે આ વાત સામાન્ય માણસ પણ સમજી શકે
છે. પરંતુ ધર્મબુદ્ધિ હોય છતાં પાપ થાય તે વાત ચતુર પુરુષોએ
વિચારવી જોઈએ. (४३) अणुमात्रा अपि गुणा दृश्यन्ते स्वधियाऽऽत्मनि । .
दोषास्तु पर्वतस्थूला अपि नैव कथञ्चन ।। ७८ ।। (૪૪) ત વ વેપરીન્ટેન વિજ્ઞાતિવ્યા પરં વાઃ | दिङ्मोह इव कोऽप्येष महामोहो महाबलः ।। ७९ ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
૬૬