________________
(૩૩) દ્વિ યુક્રેન વિશ્મીરોન વિંદ વાત્રા વિષ્ણુ વિષ્ણુના '
किं जिनेन्द्रेण रागाद्यैर्यदि स्वं कलुषं मनः ।। ६६।। (३४) किं नाग्न्येन सितै रक्तैः किं पटैः किं जटाभरैः ।
किं मुण्डमुण्डनेनापि साम्यं सर्वत्र नो यदि ।। ६७।। (३५) किं व्रतैः किं व्रताचारैः किं तपोभिर्जपैश्च किम् ।
किं ध्यानैः किं तथा ध्येयैर्न चित्तं यदि भास्वरम् ।। ६८।। (३६) किं क्लिष्टेन्द्रियरोधेन किं सदा पठनादिभिः ।
किं सर्वस्वप्रदानेन तत्त्वं नोन्मीलितं यदि ।। ६९।। અર્થ : જો પોતાનું ચિત્ત રાગ-દ્વેષની પરિણતિઓથી કલુષિત રહેતું હોય તો:
ગૌતમ બુદ્ધને ય શું કરવાના ? મહાદેવને ભજવાનો ય શો અર્થ? બ્રહ્મા, વિષ્ણુથી પણ શું ઊપજશે? અરે, તીર્થકર ભગવાન પણ શા કામના ? જો ઈષ્ટાનિષ્ટ પદાર્થોમાં સમભાવની સિદ્ધિ ન થાય તો : નગ્ન રહેવાથી શું? કે ધોળા યા ભગવા કપડાં પહેરવાથી શું? જટા વધારવાથી શું ? માથું મૂંડાવવાથી ય શું? જો ચિત્ત નિર્મળ રહેતું ન હોય તો : વ્રતો અને વ્રતોના આચારોથી શું? તપ, જપ, ધ્યાન અને ધ્યાનના આલંબનોથી પણ શું? જો સમત્વ નામનું તત્ત્વ આત્મામાં પ્રગટ્યું ન હોય તો : કષ્ટદાયી એવા ઈન્દ્રિયનિગ્રહથી શું ? સતત જ્ઞાનાભ્યાસનો શો
અર્થ? સર્વસ્વનું દાન કરી દેવાથી શો ફાયદો ? (૩૭) નાગ્યો મુવિન્દ્ર , રીવા વતુર્દશા |
न श्राद्धादिप्रतिष्ठा वा तत्त्वं किन्त्वमलं मनः ।। ७०।। અર્થ : વસ્ત્ર કે મુહપત્તિ, પૂનમ કે ચૌદશ, શ્રાદ્ધપ્રતિષ્ઠા કે સાધુપ્રતિષ્ઠા એ
કાંઈ તત્ત્વ નથી. તત્ત્વ એક જ છે, મનને નિર્મળ કરવું. (३८) दृष्ट्वा श्रीगौतम बुद्धैस्त्रिपञ्चशततापसैः ।
भरतप्रमुखैर्वापि क्व कृतो बाह्यकुग्रहः ?।। ७१।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર)
૬૫