SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) ચત્તાર પર સુનહાળીદ બંખો ! माणुसत्तं सुइ सद्धा संजमम्मि अ वीरिकं ।। અર્થ: આ જગતમાં જીવને ચાર વસ્તુઓ ક્રમશઃ વધુ ને વધુ દુર્લભ છે. (૧) મનુષ્યભવ (૨) જિનવચનશ્રવણ (૩) જિનવચનશ્રદ્ધા (૪) સંયમપાલનમાં વર્ષોલ્લાસ. (१८) सुइं च लद्धं सद्धं च वीरिअं पुण दुल्लहं । बहवे रोअमाणावि नो य णं पडिवज्जए ।। અર્થ : જિનવચનનું શ્રવણ પામ્યા પછી, જિનવચનો ઉપર દઢ શ્રદ્ધા પામ્યા પછી પણ સંયમપાલનમાં અપૂર્વ વર્ષોલ્લાસ એ તો ખરેખર દુર્લભ છે. જુઓને ! શ્રેણિક વગેરે કેટલાય આત્માઓ જિનવચન ઉપર રુચિવાળા હોવા છતાં સંયમધર્મનો સ્વીકાર કરી શક્યા નથી. (१९) सोही उज्जुयभूअस्स धम्मो सुद्धस्स चिट्ठइ । निव्वाणं परमं जाइ घयसित्तिव्य पावए ।। અર્થ : જે આત્મા સરળ છે એને શુદ્ધિ મળે છે અને જે શુદ્ધિમાન બને છે એનામાં ધર્મ સ્થિર થાય છે. ઘીથી સીંચેલો અગ્નિ જેમ દેદીપ્યમાન બને એમ એ આત્મા પરમ નિર્વાણ પામે. (२०) जे केइ सरीरे सत्ता वण्णे स्वे अ सव्वसो । मणसा कायवक्केणं सव्वे ते दुक्खसंभवा ।। અર્થ : જે આત્માઓ પોતાના શરીરમાં મમતાવાળા છે, આસક્ત છે, એમ વર્ણ-રૂપાદિમાં આસક્ત છે, મન-વચન-કાયાથી આસક્ત થયેલા તે જીવો નક્કી પરલોકમાં દુઃખી દુઃખી થાય છે. (२१) अधुवे असासयम्मि संसारम्मि दुक्खपउराए । किं नाम होज्जतं कम्मयं जेणाहं दुग्गई न गच्छेज्जा ।। અર્થ : હે ભગવંત ! આ કાયમ ન રહેનારા, અશાશ્વત, દુઃખોથી ભરેલા એવા સંસારમાં એવું ક્યું અનુષ્ઠાન છે કે જે કરવાથી હું દુર્ગતિમાં ન જાઉં? આપ બતાવશો ? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) - ૧૦૩
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy