SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (२२) विजहित्तु पुव्वसंजोगं न सिणेहं कहिंचि कुव्विज्जा । असिणेह सिणेहकरेहिं दोसपओसेहिं मुच्चए भिक्खू ।। અર્થ : આત્મન્ ! સૌ પ્રથમ તું તારા માતા, પિતા,ભાઈ, બહેન વગેરે પૂર્વસ્વજનો સાથેનો સંબંધ છોડી દીક્ષા લે અને દીક્ષા લીધા બાદ પણ ક્યાંય પણ કોઈ પણ વસ્તુમાં સ્નેહ=રાગ ન કરીશ. તારા ઉપર સ્નેહ કરનારાઓ સાથે પણ તું તો સ્નેહ વિનાનો જ રહેજે. જો તું આમ કરીશ તો ભિક્ષુ એવો તું આ લોકના માનસિક સંતાપાદિ દોષો અને પરલોકના દુર્ગતિ વગેરે પ્રદોષોમાંથી મુક્ત બનીશ. (२३) कसिणपि जो इमं लोगं पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि से न संतुस्से इह दुष्पूरए इमे आया ।। આ જીવની તૃષ્ણા એટલી બધી ભયંકર છે કે, કોઈ આ જીવને આ સંપૂર્ણ ત્રણ લોક દાનમાં આપી દે તો પણ એટલાથી ય આ જીવ સર્વથા સંતોષી નહિ જ બને. આ આત્માનો તૃષ્ણાખાડો પૂરવો ખૂબ જ મુશ્કેલ છે. અર્થ : : (२४) जहा लाहो तहा लोहो लाहा लोहो पवड्ढइ । दो मासकयं कज्जं कोडीए वि न निद्विअं ।। અર્થ : જેમ જેમ ઈષ્ટ વસ્તુઓનો લાભ થતો જાય તેમ તેમ સંતોષ થવાને બદલે ઈષ્ટ વસ્તુઓનો લોભ વધતો જ જાય છે. જુઓ તો ખરા પેલા કપિલને ! બે માસા સોનાની જ ઈચ્છાથી નીકળેલો એ કપિલ એક કરોડ સુવર્ણમુદ્રાઓથી પણ સંતોષ ન પામ્યો. (२५) सुहं वसामो जीवामो जेसिंमो नत्थि किंचणं । मिहिलाए डज्झमाणीए न मे इज्झइ किंचणं ॥ અર્થ : (નમિરાજર્ષિ પોતાના વૈરાગ્યની પરીક્ષા કરવા આવેલા, બ્રાહ્મણરૂપમાં રહેલા ઈન્દ્રને કહે છે કે) અમે અમારા સંયમજીવનમાં સુખેથી રહીએ છીએ. સુખેથી જીવીએ છીએ. અમે એવા શ્રમણો છીએ કે જેઓની પાસે કંઈ જ નથી. અર્થાત્ જેઓને કોઈપણ વસ્તુ ઉપર લેશ પણ મમતા નથી. અને માટે જ મારી આખી મિથિલા #†††††††††††¦¦¦††††††††¿÷÷÷÷÷†††††††††††††††♪♪♪♪♪♪♪ મમમમમમ |††††††††††††††††††††††††††tt જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૦૪
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy