SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (93) મળવાર્થ વાર્ષિ નારાથરિયલ્સ 8 तं परिगिज्झ वायाए कम्मुणा उववायए ।। અર્થ : મુનિવર ! ગુરુના હાવભાવ, ઈંગિતાદિથી ગુરુના મનમાં શું ઈચ્છા છે? એ જો તને ખબર પડે તો તરત એમની પાસે જઈ તું કહેજે કે, “આપની ઈચ્છા આ પ્રમાણે જાણી, મારી એમ જ કરવાની ભાવના છે. અને એ રીતે એમની ઈચ્છા સ્વીકારી, પછી તરત એનો અમલ કરજે. એમ ગુરુની વાણી ઉપરથી ગુરુની ભાવના જાણી, એમની પાસે એ જ પ્રમાણે કરવાની પ્રતિજ્ઞા કરી તરત એનું આચરણ કરજે. (१४) अक्कोसिज्ज परो भिक्खू न तेसिं पडिसंजले । सरिसो होइ बालाणं तम्हा भिक्खू न संजले ।। અર્થ: શક્ય છે કે ગુરુ, ગુરુભાઈઓ, શ્રાવકો કદાચ સાધુ ઉપર આક્રોશ કરે, કડવા વચનો સંભળાવે તો પણ સાધુ એમના ઉપર બિલકુલ ક્રોધ ન કરે, કેમકે જો એમ કરે તો સાધુ અજ્ઞાની જેવો જ બની જાય. માટે સાધુ ક્રોધ ન કરે. (१५) सोच्चा णं फरुसा भासा दारुणा गामकंटया । तुसिणीओ उवेहेज्जा न ताओ मणसी करे ।। અર્થ: સાધુ તો એ શ્રોત્રેજિયમાં કાંટાની જેમ વાગતી, દારૂણ, કર્કશ ભાષા સાંભળ્યા પછી પણ મૌન જ રહે. એ વાણીની ઉપેક્ષા જ કરે. એટલું જ નહિ, પોતાના મનમાં પણ એ ભાષાના શબ્દો યાદ ન કરે, ન વિચારે. (१६) दुक्करं खलु भो निच्चं अणगारस्स भिक्षुणो । सव्वं से जाइअं होइ नत्थि किंचि अजाइअं ।। અર્થ: ઘર છોડી ચૂકેલા ભિક્ષુને માટે આ એક વસ્તુ તો ઘણી દુષ્કર છે કે, એ જીવે ત્યાં સુધી એની તણખલું, રાખ વગેરે તમામે તમામ વસ્તુઓ બીજા પાસે માંગીને જ મેળવેલી હોય. યાચના કર્યા વિના મેળવેલ તણખલું પણ સાધુ પાસે ન હોય. ૧૦૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy