________________
એકપણ વચન ન બોલીશ. એમની વિરુદ્ધ કોઈ કામ ન કરીશ.
ક્યારેય આવી રીતે વચન કાયાથી એમનો શત્રુ ન બનીશ. (૧) મારિર્વેિ વાદિત્તો સુસિળીયો રે વારૂ વિ .
पसायपेही नियागढी उवचिढे गुरुं सया ।। અર્થ : જ્યારે ગુરુ તને બોલાવે ત્યારે ક્યારેય મુંગો બેસી ન રહીશ. (પણ
હા જી કહી તરત પાસે જજે.) પણ ગુરુની પ્રસન્નતા-કૃપા મેળવવા મોક્ષાર્થી એવો તું કાયમ ગુરુની પાસે ઉપસ્થિત થજે. (‘મત્યએણ
વંદામિ બોલજે.) (१०) आसणगओ न पुच्छिज्जा नेव सेज्जागओ कयाइवि ।
आगम्मुक्कुडुओ सत्तो पुच्छिज्जा पंजली उडो ।। અર્થ: તારા આસન ઉપર બેઠા બેઠા ગુરુને કોઈ પ્રશ્નાદિ ન પૂછીશ. એમ
સંથારામાં પડ્યો રહીને ગુરુને ક્યારેય કંઈ ન પૂછીશ. પણ જ્યારે કંઈપણ પૂછવું હોય તો ગુરુની પાસે જઈ, ઉભડક પગે બેસી, બે
હાથ જોડી વિનયપૂર્વક પૂછજે. (99) હડ્ડયા ને વેડા છે, વાસા વહી ને
कल्लाणमणुसासंतो पावदिद्वित्ति मन्नई ।। અર્થ : બિચારા પાપિષ્ઠ શિષ્યો ! પોતાના ગુરુ પોતાના જ હિત માટે કંઈક
સૂચના કરે, ઠપકો આપે, લાફો ય મારે ત્યારે એ કુશિષ્યો વિચારે છે કે, “આ ગુરુ અને ખોટી ટકોર કરે છે. મને લાફો મારે છે. ખોટી રીતે
મને ઠપકો આપે છે. મને દાંડાદિથી મારે છે.” (૧૨) વારિ રુવિયં જગ્યા પરિણા પસાયા |
विज्झविज्ज पंजलीउडो वएज्ज न पुणुत्तिय ।। અર્થ : ઓ શિષ્ય ! જ્યારે તને ખબર પડે કે, તારા ગુરુ ખૂબ ગુસ્સે થયા છે
ત્યારે સ્નેહપૂર્વક એમને પ્રસન્ન કરજે. હાથ જોડી એમની પાસે જઈ કહેજે કે, “ગુરુદેવ ! મારી ભૂલ થઈ. ક્ષમા કરો. ફરીથી આ ભૂલ નહિ કરું.” એ રીતે એમના ક્રોધાગ્નિને ઠારજે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ)
૧૦૧