________________
.
તેઓ રાજી થયા તથા ઉત્સાહ આપ્યો - કહ્યું : પ્રયત્ન કરો, રાણકપુરની છાયામાં તો છીએ જ, એના પ્રભાવથી પણ સરસ સ્ફુરણા થશે. એમના ઉત્સાહજનક વચનોથી ઉત્સાહિત થઈ પ્રારંભ કર્યો.
પથ રચનામાં પ્રગતિ
પદ્ય રચનામાં જેમજેમઆગળ વધતા ગયા તેમ તેમપ્રગતિ થતી ગઈ. કેટલીક વાર તો ન ધારેલી કલ્પના થઈ આવતી. શરૂઆતમાં રાણકપુર તીર્થનું વર્ણન તથા તે પછી પ્રતિષ્ઠાનું વર્ણન અને છેલ્લે બૈન મ. સાધ્વી શ્રી હેમલતાશ્રીજીની દીક્ષાનું વર્ણન. જે દીક્ષા સાદડીમાં સં. ૨૦૦૯ ફા.વ. ૨ ના પૂ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ. આદિનીનિશ્રામાં થઈ હતી.
અભ્યાસ કાળના ૧૨ વર્ષ
પંડિત બંસીધર ઝાજી અમારી પાસે ૧૨ વર્ષ રહ્યા. તે દરમ્યાન તેમની પાસે વ્યાકરણ / સાહિત્યનો મુખ્યત્વે અભ્યાસ થયો. ઘણી જ લાગણીથી સમયની સામે જોયા સિવાય તેઓ અભ્યાસ કરાવતા. રાત્રે પણ આવૃત્તિ કરાવે. તે અભ્યાસકાળ દરમ્યાન વ્યાકરણની પ્રથમા, મધ્યમા, શાસ્ત્રી અને આચાર્યની પરીક્ષા આપી.
બે વર્ષ મુંબઈમાં
સં. ૨૦૧૪-૧૫ બે વર્ષ મુંબઈ આદીશ્વર ધર્મશાળામાં ચાતુર્માસ દરમ્યાન ન્યાય-વ્યાકરણ અને સાહિત્યાચાર્ય પં. નરેન્દ્રચન્દ્ર ઝાજી પાસે, સં. ૨૦૧૧ સાબરમતીના ચાતુર્માસ દરમ્યાન પં. દીનાનાથ ઝાજી પાસે શરૂ કરેલો ન્યાયનો અભ્યાસ આગળ વધ્યો તથા કલકત્તાની ન્યાયની પ્રથમા-મધ્યમાની પરીક્ષા આપી તથા તેમની પાસેથી મજાનો સુભાષિતોનો ખજાનો મળ્યો. રત્નખાણ સમુદાય
શાસનસમ્રાટ્નીનો સમુદાય રત્નખાણ જ ગણાય. એક એકથી ચડિયાતા રત્નો એમાં પાક્યા. સંપૂર્ણ સિદ્ધહેમબૃહવૃત્તિ જેમને કંઠસ્થ હોય એવા શાસનસમ્રાટ્નીના લઘુવયસ્ક શિષ્ય પ્રવર્તક શ્રી યશોવિજયજી મ.ની કાવ્ય રચના શક્તિ બેનમૂન ગણાતી, એવું કહેવાતું કે ઉછાળેલું લીંબુ નીચે પડે ત્યાં સુધીમાં તેઓ એક શ્લોકની રચના કરી લેતા.