________________
પૂ. નન્દનસૂરિ મ. તબિયતના કારણે પાંજરાપોળથી ત્યાં પધારેલા. રોજ રાત્રે સાહિત્યના-મોટે ભાગે પંડિતરાજ જગન્નાથના શ્લોકો તેઓ સંભળાવે, આનંદ આવે, ત્યારે પદ્ય રચનાની પ્રેરણા પણ આપે. તે વખતે રચેલાએક બે શ્લોક તેઓશ્રીને બતાવ્યા. ખુશ થઈ ગયા. એ પ્રારંભિક રચનામાં તો શી ભલીવાર હોય! ભૂલો ય પાર વગરની હોય જ, પણ તેઓએ ખામી નહિ, પણ ખૂબી જોઈ પીઠ થાબડી કહ્યું કે શ્લોક સારો બનાવ્યો છે, પછી શાન્તિથી સમજાવ્યું, ભૂલો સુધરાવી. શ્લોકરચનાના શ્રી ગણેશ ત્યારે મંડાયા.
૨વાંકલી - રાજસ્થાન 5. સં. ૨૦૦૯નું અમારું ચાતુર્માસ વાંકલી (રાજસ્થાન)માં હતું. ત્યારે મુંબઈ બિરાજમાન પૂ.પં. શ્રી ધુરંધરવિજય મ. સાથે સંસ્કૃતમાં પત્ર લખવાની શરૂઆત થયેલી. ઘણા પ્રેમથી તેઓ પત્રનો જવાબ આપતા. પત્રમાં શ્લોકો લખ્યાં હોય તો તેમાં સુધારો કરી દે. એકવાર એક પત્રમાં સુધારો કર્યા પછી એમણે નીચેનો શ્લોક લખેલો.
“રત્ન-સંમવિવિ-હિતધિયાવિતી, तल्लक्ष्यपथभानेय-मुज्ज्वलायतिना त्वया ॥"
હી રાણકપુરની પ્રતિષ્ઠા પણ વાંકલીના ચાતુર્માસ પહેલાં, ફા.સુ. ૫ ના એ ભવ્ય પ્રતિષ્ઠા થઈ. અમારું એ સદ્ભાગ્ય કે એમાં સામેલ થવાનો અવસર મળેલો. મન ધરાઈને એ મહોત્સવ માણેલો. એ વખતે પૂ. નન્દનસૂરિજી મહારાજે એના વર્ણનના થોડા શ્લોકો રચેલા અને મને બતાવેલા. મનમાં બીજ પડ્યું કે આપણે પણ આવી રચના કરવી. વાવેલું બીજ તરત તો ક્યાંથી ઊગે? પણ એ ઉગ્યું સાદડીમાં એક વર્ષ પછી.
| દર સાદડીમાં ચાતુમસ 3
સં. ૨૦૧૦નું અમારું ચાતુર્માસ સાદડીમાં થયું ત્યારે મૈથિલ પં. બબુઆઝા પાસે અમારો અભ્યાસ ચાલે. તેઓ સાહિત્યિક પંડિત, શ્લોકોની રચના પણ સારી કરે, અમે તેમને અમારા મનની ભાવના કહી, એ સાંભળી