________________
પુરોવચન
શ્રી ગુરુદેવચરણસેવી – વિજય હેમચન્દ્રસૂરિ ભૂતકાળનું સિંહાવલોકન
આજે જ્યારે ઘણા વર્ષોબાદ છૂટક છૂટક કરવામાં આવેલી તથા મોટે ભાગે ‘નદ્દનવન ત્ત્પતરુ'માં, પ્રકાશિત કરવામાં આવેલી રચનાના સંગ્રહરૂપ વિવિધ સૈમ રચના સમુળ્વય' નામે ગ્રંથ બહાર પાડવામાં આવી રહ્યો છે ત્યારે ભૂતકાળમાં ડોકીયું કરવું આવશ્યક બની જાય છે. આ પૂજ્યોની કેવી પરમોચ્ચ કૃપા
ક
દીક્ષા પર્યાયનું બીજું ચાતુર્માસ, સં. ૨૦૦૬માં પૂ.આ.ભ. વિજય દર્શનસૂરીશ્વરજી મ., પૂ.આ.ભ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ. તથા પૂ.આ.ભ. શ્રી વિજય નન્દનસૂરીશ્વરજી મ. એમ ત્રણ આચાર્ય ભગવન્તોની નિશ્રામાં સુરેન્દ્રનગર થયું. એ ચાતુર્માસમાં નવ મુનિરાજોને પંચમાંગ શ્રી ભગવતીજીના તથા બીજા પણ ઘણા સાધુ-સાધ્વીજીઓને અન્ય / અન્ય જોગ ચાલતા. વિધિ પૂ. વિજયોદયસૂરિ મ. કરાવતા એ વખતે મજાનું વાતાવરણ જામતું, પૂજ્યશ્રી ક્રમસર બધાના નામ બોલતા. તે વખતે ૨૫ / ૩૦ મુનિગણમાં બાલમુનિ તરીકે મારો જ નંબર ગણાતો. ત્યારે પૂ.આ. શ્રી લાવણ્યસૂરિજી મ. તથા મુનિરાજ શ્રી દક્ષવિજયજી મ.ના પત્રો સંસ્કૃત ગદ્ય/ પદ્યમાં આવતા પૂ. શ્રી ઉદયસૂરિ મ.ને એ પત્રો વાંચી સંભળાવવાનું કાર્ય મારા શિરે રહેતું. એ વાંચ્યા પછી પૂ. શ્રી નન્દનસૂરિ મ.શ્રી પત્રો પ્રેમથી મને આપી દેતા, એ પત્રો વાંચવા અને વાંચ્યા પછી પાસે રાખવા મળતાં એથી મનમાં જે આનન્દ આવતો તે અવર્ણનીય હતો.
રચનાની પ્રેરણા તથા પ્રારંભ
સં. ૨૦૦૭ની એ સાલ.
અમદાવાદ - લુણસાવાડા-મોટી પોળનો એ ઉપાશ્રય. પૂ. મેરૂવિજયજી મ. (આચાર્યશ્રી) તથા પૂ. અમારા ગુરુમહારાજશ્રી સાથે ત્યાં ચાતુર્માસ. અમારે તે સમયે વ્યાકરણ, સાહિત્યનો અભ્યાસ ચાલે.