________________
અપૂર્વ જ્ઞાન પ્રાપ્તિ
સં. ૨૦૧૭ની સાલમાં અમે અમદાવાદ-પાંજરાપોળ હતા ત્યારે અન્ય સમુદાયના એક વિદ્વાન મુનિરાજશ્રી ત્યાં મળવા આવેલા, તેમની સાથે આપણાં એક / બે મુનિઓના અભ્યાસની વાત થતાં તે સાંભળી તેઓ રાજી થઈને બોલ્યા
‘આરે પારાવાળાં, નન્મ જાષમળે: ત: ?''
પદ્મરાગની ખાણમાં કાચનો જન્મક્યાંથી થાય? આ તો એવો સમુદાય છે કે જેમાં પરસ્પરના સંપર્કથી જ વગર ભણે અપૂર્વ જ્ઞાન મળી જાય. સં. ૨૦૨૮ સં. ૨૦૩૧-૩૨
સં. ૨૦૨૮ - દોલતનગર ચાતુર્માસ દરમ્યાન પં. જગદાનન્દ ઝાજી પાસે અભ્યાસ દરમ્યાન ‘નેમિસૌભાગ્ય’ કાવ્યની રચનાની શરૂઆત થયેલી પછી ધીરે ધીરે આગળ વધતી રહી.
સં. ૨૦૩૧ - મુંબઈ ગોડીજીના ચાતુર્માસમાં આલોચના શતકની રચના થઈ, એ રચના એટલી સહજ અને સરસ થઈ કે મન તૃપ્ત થઈ ગયું. શ્રી ગોડીજી દાદાના પ્રભાવે જ એમાં અગત્યનો ભાગ ભજવ્યો હોય એવો અનુભવ થયો.
સં. ૨૦૩૨ - પાલિતાણા ગિરિરાજની છાયામાં પં. જગદીશ ઝાજી પાસે અભ્યાસ દરમ્યાન ‘શ્રેષ્ઠિનિનવાસ થા’’ ની રચના બહુ ઝડપથી તથા સારી રીતે થઈ એ વખતે ગિરિરાજના પ્રબળપ્રભાવની ઝાંખી થયેલી. અમારામાં આવેલી ઉચ્ચાર શુદ્ધિ તથા લેખન શુદ્ધિમાં આ બધા મૈથિલશાસ્ત્રીજીઓનો ઘણો મોટો ફાળો છે.
શ્રી જિનદાસ શ્રેષ્ઠિ કથા - અપૂર્વ કૃતિ
આ એક અપૂર્વકૃતિ છે. પ્રાચીન કોઈ સાહિત્યમાં આનો ઉલ્લેખ જોવા મળતો નથી. પૂજ્ય શાસનસમ્રાટ્ની આ કથા વ્યાખ્યાનમાં દિવસો સુધી બહુ જ રસપૂર્વક વર્ણવતા હતા. જે સાંભળી શ્રોતાઓ રસ તરબોળ બની જતા. એ વર્ણન સાંભળીને પૂ.આ.પ્ર.શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મ. શ્રીએ પ્રાકૃતભાષામાં