________________
गुरु देवसूरि शिष्यो, हेमेन्दू रचितवान् वरप्रेम्णा । 205 स्वानुजशिष्यस्येमां, जीवनसद्वृत्तविंशतिकाम् ॥
આ પ્રમાણે પૂજ્યપાદ ગુરુ મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્ય વિજયહેમચન્દ્રસૂરિએ ઘણા પ્રેમથી પોતાના નાનાભાઈ તથા શિષ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ મહારાજની જીવનસદ્ઘત્ત વિંશતિકા (૨૦ શ્લોકો) રચી, તેમના જીવનમાં રહેલા વિશિષ્ટ ગુણોના કારણે હૃદયમાં ઊમટેલું પ્રમોદભાવનાનું પૂર અંદર ન સમાવી શકવાથી અહીં શબ્દસ્થ કરવામાં આવેલ છે. એક ગુરુ પોતાના શિષ્ય માટે આ રીતે શ્લોકોની રચના કરે એ આશ્ચર્યકારી તો ગણાય જ – એ જે હોય તે, અને અન્યોને જે લાગતું હોય તે લાગે, પણ મને તો આ રચનાથી ઘણો જ આત્મસન્તોષ થયો છે. અસ્તુ.
રચના : સં. ૨૦૭૨ - શ્રાવણ વદ ૭ - દેવબાગ - અમદાવાદ
પર /
304
विविध हैम रचना समुच्चय