________________
સં. ૨૦૭૨ વૈશાખ સુદ પાંચમના દિવસે શ્રેષ્ઠ રાજનગરમાં પરિમલ જૈન ઉપાશ્રયમાં આઠ કલાક પર્યન્ત નવકાર મંત્રની ધૂન સાંભળતા-સાંભળતા અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા - સ્વર્ગવાસી થયા. - ૨૦
जैननगरे यदीया, जाताऽनन्या गुणानुवादसभा । यां दृष्ट्वा संश्रुत्वा, के न हि चित्रान्विता जाताः ॥२१॥
તેમના કાળધર્મ નિમિત્તે જૈનનગર ઉપાશ્રયના વિશાળ હોલમાં પરિમલ જૈન સંઘ તથા પો.હે. જૈનનગર સંઘના ઉપક્રમે તેમના ઉપકૃત તથા તેમના અનન્ય સમર્પિત શ્રી દીપકકુમારની આગવી સૂઝ-બૂઝથી ભવ્ય ગુણાનુવાદ સભા યોજવામાં આવી. તેમાં રાજનગરમાં બિરાજમાન સર્વ સમુદાયના અનેક આચાર્ય ભગવન્તો આદિ સાધુસમુદાય, વિશાળસંખ્યક સાધ્વી, સમુદાય તથા વિપુલ સંખ્યામાં ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકા સમુદાય, અનેક જૈન સંઘોના આગેવાનો તથા શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરી ધ્યાન ખેંચે તેવી હતી.
બાલમુનિ તરીકે પૂજ્યશ્રી
દીપકકુમારનું સંચાલન એવું હતું કે ૩-૩ કલાકનો સમય ક્યાં નીકળી ગયો તેની કોઈને ખબર પડી નહિ. સર્વે વક્તાઓએ સ્વર્ગસ્થ આચાર્યશ્રીના જીવનને યોગ્ય અંજલિ આપી હતી. સભા પૂરી થયા પછી બધાના મુખમાંથી સતત શબ્દો બોલાઈ રહ્યા હતા કે આવી સભા જીવનમાં પહેલવહેલી જોવા મળી. - ૨૧
जीवनसद्वृत्तविंशतिका
303