________________
રોજ એક વખત શાન્ત પળોમાં હૃદયથી ભાવવાની ભાવના
સવૈયા છંદ (રાગઃ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું) જગમાં જે જે દુર્જન જન છે, તે સઘળા સજ્જન થાઓ, સજ્જન જનને મન સુખદાયી, શાંતિનો અનુભવ થાઓ, શાંત જીવો આધિ-વ્યાધિ ને, ઉપાધિથી મુક્ત બનો, મુક્ત બનેલા પુરુષોત્તમ આ, સકલ વિશ્વને મુક્ત કરો.
હરિગીત છંદ (રાગ મંદિર છો મુક્તિતણા) કલ્યાણ થાઓ વિશ્વનું, અનુકૂલ વૃષ્ટિ હો સદા, ઘર ઘર વિષે ધન ધાન્યને, આરોગ્યની હો સંપદા, રોગો, ગુના, અપરાધ ને, હિંસાદિ પાપો દૂર હો,
સર્વત્ર શાંતિ સુખ સમૃદ્ધિ, ધર્મનો જયકાર હો... પાઠશાળા
-પ્રદ્યુમ્નસૂરિ
પૂજ્ય શ્રી દેવગુરુ સ્તુતિ
(સવૈયા છંદ) જેના હૈયામાંથી નિશદિન-વત્સલતાનો ધોધ વહે, નિર્મળ સંયમ સાધન તત્પર જે નિજ પરનું શ્રેય કરે, સૌમ્યમૂર્તિને દીર્થસંયમી જિનશાસન ઉદ્યોત કરે, તે શ્રી દેવસૂરીશ્વર ચરણે મુજ શિર કોટીવાર નમે..૧
जीवनसद्वृत्तविंशतिका
305