________________
श्री हेमचन्द्र शिष्य-प्रद्युम्नामिख्यया च सन्निहितः । दृष्ट्वा तं बालमुनि, भविकाः प्रापुः फलं स्वाक्ष्योः ॥७॥
તેમને મુનિ શ્રી હેમચન્દ્રવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી પ્રદ્યુમ્નવિજયજી તરીકે જાહેર કરવામાં આવ્યા. મુનિવેષ પરિધાન કર્યા પછી અત્યંત મનોહર લાગતા એવા તેમને જોઈને ભાવિક આત્માઓએ પોતાની આંખોનું ફળ મળ્યાનો અનુભવ કર્યો. - ૭
तत्कालिकपूज्यानां, निजगुरुर्वादेश्च सत्कृपां प्राप्य । मैथिल-बुधवर-पार्वे, शास्त्राभ्यासं झटिति चक्रे ॥८॥
સ્વ-પર સમુદાયવર્તી તે સમયના પૂજ્ય પુરુષો પૂજ્ય શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય વિજયકસૂરસૂરીશ્વરજી મહારાજ આદિ તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ (ડેલાવાળા), પૂજ્ય આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી વિજયકારસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ, તથા પોતાનો પૂજ્ય ગુરુવર્ગ પૂજ્ય આચાર્ય શ્રી અમૃતસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય ઉપાધ્યાય શ્રી મેરુવિજયજી મહારાજ, પૂજ્ય પંન્યાસ શ્રી દેવવિજયજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી હેમચન્દ્રવિજયજી મહારાજ આદિની પુણ્ય કૃપા પ્રાપ્ત કરીને બિહાર-મિથિલા દેશના પંડિત દુર્ગાનાથ ઝા, પંડિતશ્રી વ્રજકાન્ત ઝા, પંડિત શોભાકાન્ત ઝા આદિ પંડિતવર્યો
विविध हैम रचना समुच्चय
296