________________
माता - पितरौ ज्येष्ठो, बन्धुर्भगिनी वरा व पुण्यतमा । પુણ્યપ્રાવત્યેન દિ, નાતા: સર્વેપ સંયમિન:।।૪।।
શિષ્ય
ગુરુ
પ્રશિષ્ય
જેમનાં માતા-પિતા, મોટાભાઈ અને મોટીબેન પૂર્વના પ્રબલ પુણ્યોદયથી આ ચારેય સંયમ ગ્રહણ કરનાર બન્યાં હતાં - જેઓનાં નામ અનુક્રમે : સાધ્વજી શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ, મુનિરાજશ્રી હીરવિજયજી મહારાજ, આચાર્યશ્રી વિજયહેમચન્દ્રસૂરિજી મહારાજ અને સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ આ પ્રમાણે છે. - ૪
ऋषि-विधु -खाक्षिमितेऽब्दे, मार्गे सितपञ्चमी शुभे दिवसे । सूर्यपुरि यस्य जाता, बाल्ये दीक्षा हि शस्यतमा ॥५॥ पा० मेरुविजयगणिनो, हस्तेन देवविजयसनाथस्य । यां दृष्ट्वा सर्वजना - आश्चर्यसमन्विता जाता: ॥६॥ (युग्मम् )
સં. ૨૦૧૭ માગસર સુદ પાંચમના શુભ દિવસે સૂર્યપુર-સૂરત શહેરમાં ગોપીપુરા-નેમુભાઈની વાડીના ઉપાશ્રયમાં પૂજ્ય ઉપાધ્યાય મેરુવિજયજી મહારાજ, પૂજ્ય પંન્યાસશ્રી નિપુણમુનિજી મહારાજ, પૂજ્ય પંન્યાસશ્રી દેવવિજયજી મહારાજ આદિના વરદ હસ્તે ચતુર્વિધ શ્રીસંઘની વિશાળ હાજરીમાં વરસીદાનના ભવ્ય વરઘોડાપૂર્વક બાલ્યવયમાં (વય ૧૪ વર્ષ) જેમની ભવ્ય-પ્રશંસનીય દીક્ષા થઈ, જેને જોઈને આબાલવૃદ્ધ સર્વે મનુષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. - ૫-૬