________________
અનુવાદ - શ્રી રત્નાકર ! નાથ ! શુદ્ધ અમૃતા-નંદી પ્રભો આપને, વંદી ના કરું યાચના અમરતા કે ચકિતા દ્યો મને, આપો દર્શન દેવ ! આપ અમને પુણ્ય પ્રતાપી ભલા, જેથી ધર્મધુરન્ધરોચ્ચ પદવી પામું હું હેમોજ્જવલા ર૬ll
(શાર્દૂલ) ભાવાર્થ - ધર્મની ધુરાને વહન કરનાર, સઘળા દોષ રૂપી દાવાનલને શાન્ત કરનાર, જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણરત્નની ખાણ રૂપ, મંગળના અદ્વિતીય ધામ, હે અરિહંત ભગવન્! કલ્યાણ કરનારને સુપવિત્ર ચારિત્રવાળા અમૃતસ્વરૂપ તમારી પાસે અનુપમ દેવેન્દ્રના ઐશ્વર્યને કે ચક્રવર્તિ લક્ષ્મીને હું માંગતો નથી. પણ એક શ્રેષ્ઠ એવા સમ્યક્તને જ માંગુ છું. રદી
તમને બીજું કાંઈ ભલે ન
આવડતું હોય પણ એક પરમાત્માની ભક્તિ નિર્મળભાવથી
કરતાં આવડતી હશે તો તમે ચોક્કસ સંસાર સમુદ્ર તરી જશો.
વિજય હેમચન્દ્રસૂરિ
પૂજ્ય શાસનસમ્રાશ્રીની ગુરુ સ્તુતિ
(મન્દાક્રાન્તા) ગાજે જેનો જગતભરમાં બ્રહ્મચર્ય પ્રભાવ, જેણે કાર્યો-બહુવિધ કર્યા જે તપાગચ્છરાજ, જ્ઞાતા મોટા સ્વપરમતના - તીર્થ ઉદ્ધારકારી, શ્રીમનેમિ પ્રગુરુ ચરણે વન્દના હો અમારી..
288
विविध हैम रचना समुच्चय