________________
ભાવાર્થ - હે ભગવાન? મેં પૂર્વભવમાં તમારા દર્શન કર્યા છે અને તેથી જ આ ભવમાં તમે મળ્યા છો. તમારો મેં આશ્રય કર્યો છે, અને આવતા ભવમાં પણ તમારા હું અવશ્ય દર્શન કરીશ. હે નાથ? એ પ્રમાણે ભૂત-વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણે ભવ મારા સફળ છે. //ર૪
હે ત્રિકાલવેદી! મારી લજ્જા ઉપજાવે તેવી કથા હું શું કહું.
'या सा च सा सा' कथया समानां, वार्ता मदीयां कथयामि किन्ते?। त्रिकाललोकत्रयसर्वभाव-निरूपकस्त्वं कियदेतदत्र ॥२५॥
અનુવાદ :
સા અને સા સા કથાની જેવી જિનવર ! માહરી, એ આપવીતી નાથ ! શું કહું આગળ હું તાહરી, ત્રણ લોકના ત્રણ કાળના ભાવો બધા જાણો તમે, એક જ સમયમાં ઈશ! તમને શું વધુ કહીયે અમે. એરપી.
ભાવાર્થ:- “યા સા સા સાકથાની જેમ મારી વાત તમારી આગળ શું કહું? ત્રણ લોક અને ત્રણ કાળના સર્વભાવોને નિરૂપણ કરનાર આપની આગળ આ શું હિસાબમાં છે ! .રપી.
હે મંગલ મંદિર ! ગુણ રત્નાકર ! ધર્મધુરન્ધર ! મને સમ્યક્તરત્નનું દાન કરો. याचे नैव सुरेन्द्रभूतिमसमां, नो चक्रवर्तिश्रियं, किन्तु त्वाममृतं सुपुण्यचरणं सम्यक्त्वमेकं परम् । अर्हन् ! धर्मधुरन्धर ! प्रशमिताशेषप्रदोषानल ! श्री रत्नाकर ! मङ्गलैकनिलय ! श्रेयस्करं प्रार्थये ॥२६॥
(શા
)
आत्मबोध पंचविंशतिका
28;