________________
ભાવાર્થ:- હે પ્રભો! રમત-ગમત કરવામાં મારી બાલ્યવય ગઈ, સ્ત્રીઓની સાથે ક્રીડા કરવામાં યુવાવસ્થા ગઈ અને અતિશય વિલાપ કરવામાં વૃદ્ધવય ગઈ, એમ મેં મારો આખો જન્મ ફોગટ ગુમાવ્યો. રરા
હે તારક!
ભવ સમુદ્રમાં ડુબતા એવા મને તારો. नावं विहायोपलमेव धर्ता, यथा समुद्रे बुडतीह लोके । त्यक्त्वा तथा त्वां पशुना मयाऽर्हन्! कार्यः कथङ्कारमयं भवाब्धिः ॥२३॥
અનુવાદ - પાષાણને ધારણ કરે છે ત્યાગી ઉત્તમ નાવને, તે સિવુજળમાં ડુબતો દેખાય છે, આ જગવિષે, તેમ ત્યાગી તારણહાર? તુજ ને મેં ભજયા બીજા સુરો, પશુતુલ્ય મુજ ઉદ્ધારનો દર્શાવ માર્ગ ખરેખરો. ર૩
ભાવાર્થ :- આ જગતમાં નાવને મૂકીને પત્થરને ધારણ કરનાર મનુષ્ય જેમ દરિયામાં ડુબી જાય છે. તેમ છે અહંનું? નાવ સમાન તમને તજીને મૂર્ખ એવા મારા વડે સંસાર સમુદ્ર કઈ રીતે પાર કરાશે? ર૩
હે ત્રિકાલ શુદ્ધ! મારા ત્રણે ભવ સાર્થક કરવા આપ સમર્થ છો. मया पुरा जन्मनि, वीक्षितस्त्वं, तेनेह जन्मन्यहमाश्रितस्त्वाम् । द्रष्टा परत्रापि ततो ममेष्टा, भूतोद्भवद्भाविभवत्रयीश ? ॥२४॥
અનુવાદ - નિશ્ચ કર્યા મેં પૂર્વભવમાં પુણ્યદર્શન તાહરાં, તેથી જ સેવા તાહરી મુજને મળી આ જન્મમાં, વળી આવતા ભવમાં તમોને ભાવથી પ્રણમીશ હું, એમ ભૂત-સાંપ્રત-ભાવિભવમાં ઈશ! જિનવર ! એક તું. રજા
विविध हैम रचना समुच्चय
286.