________________
હે નિર્ધામક! મારી મિથ્યા સમજને દૂર કરી સાચું સમજાવો धनं समुद्रोत्थतरङ्गलोलं, विद्युल्लताचञ्चलयौवनं च । हा ! जीवनं नश्वरमेव सर्वं, व्यचिन्ति नित्यं मयकाऽधमेन ॥२१॥
અનુવાદ :લક્ષ્મી અતિશય ચપળ જલધિ જળ તરંગ સમી બરે, યૌવન વિનશ્વર વીજ ચમકારા સમું છે આખરે, પાણી તણાં બુબુદ સરીખું નાશવંત શરીર છે, એ સર્વને સ્થિર સમજી સેવ્યા નાથ? મારું શું થશે.
ર૧/l
ભાવાર્થ - સમુદ્રમાં ઉત્પન્ન થયેલા તરંગ સમાન ચંચલ ધનને, વીજળીના ચમકારા જેવા ચંચલ યૌવનને અને વિનાશ શીલ જીવનને હે પ્રભો ! અધમ એવા મેં નિત્ય સ્વરૂપે સ્થિર ચિન્તવ્યા, હે નાથ ! મારું શું થશે. ૨૧
હે શિવપુરસાર્થવાહ! મારા જન્મને આપ સુધારો.
बाल्यं वयः खेलनखेलमध्ये, लोलाक्षिलीलाललिते युवत्वम् । वृद्धत्वमुच्चैर्लपने विलापे, मया मुधा हारितमेव जन्म ॥२२॥
અનુવાદ :
મુજ બાલ્ય વય સ્વામી ! નિરર્થક રમત કરવામાં ગઈ, ને ચપલનયનાની ક્રિીડામાં નાથ ! યૌવનવય ગઈ, વળી વૃદ્ધવય પ્રવિલાપ કરવામાં ગઈએળે ગઈ, મુજ મોંઘી માનવજીંદગી નિષ્ફળ ગઈ નિષ્ફળ ગઈ. એરરા
आत्मबोध पंचविंशतिका
25