________________
स्वार्थैकसंसाधनतत्परेभ्यो, दत्तं विधत्तं मयका निजेभ्यः ।
अकथ्यकष्टं कथितं कृपालो !, कृतं मयाऽरण्य विलापतुल्यम् ॥१९॥
અનુવાદ :
સંસારમાં જે જે મળ્યા સ્વામી ! સગાં વ્હાલાં મને, નિજ સ્વાર્થને તે સાધવામાં સર્વદા તત્પર બને,
તે સર્વની પાસે જઈને દુઃખ દીનતાથી કહ્યું, હે જગત વત્સલ ! આ બધુ રણમાં રડ્યા જેવું થયું. ॥૧૯॥
ભાવાર્થ :- પોતાના સ્વાર્થને જ સાધવામાં તત્પર એવા મારા સંબંધીઓને મેં ઘણું આપ્યું, તેમનું કાર્ય પણ મેં કર્યું અને નહીં કહેવા યોગ્ય કષ્ટ પણ મેં તેમને કહ્યું, આ રીતે હે કૃપાલો ! મેં અરણ્યમાં વિલાપ કરવા જેવું કર્યું. ૧૯
હે કૃપાલુ !
અગ્નિમાં ધી હોમતા એવા મને વારો.
"
प्रदीप्तकामानलसंशमार्थं विमुच्य वैराग्यरसं त्वदुक्तम् । असिचि भूयो विषयाज्यमेवं, जिनेश! मे पश्य विमूढभावम् ॥२०॥
અનુવાદ :
મેં મન્દમતિએ કામરૂપી આગને બુઝાવવા, વૈરાગ્યરસ ના વાપર્યો જે તેં કહ્યો છે શાસ્ત્રમાં, પણ વિષયરૂપી ધી પ્રભો ! તેમાં સદા હોમ્યા કર્યું, કુવેચ ખાજ નિવારવા શરીરે ઘસ્યા જેવું કર્યું.
॥૨॥
ભાવાર્થ :- પ્રબળ કામરૂપી અગ્નિને શમાવવા તમોએ કહેલા વૈરાગ્યરસને મૂકી, મે વિષયરૂપી ઘી તેમાં સિંચ્યું હે જિનવર ! મારા મૂઢભાવને આપ જુઓ. ૫૨૦ા
284
विविध हैम रचना समुच्चय