________________
અનુવાદ :
જે તે પ્રયત્નોને કરીને ધર્મધનને મેળવી, શિવપથ વિષે બની પથિક અગ્રે જવા વૃત્તિ કેળવી, ત્યાં તો મને ભવજીર્ણકૂપે હાથ ખેંચી નાંખતો, મહામોહની વિટંબના જિન! આપ વિણ હું સાંખતો.
૧થા
ભાવાર્થ :- હે સ્વામિ ! જેમ તેમ કરી - મહામહેનતે ધર્મધનને ઉપાર્જન કરી શિવમાર્ગનો હું મુસાફર થાઉં છું ત્યાં મહામોહની વિટંબના મને સંસાર રૂપી કૂવામાં પાડી દે છે. ૧૭
હે સર્વગુણ સંપન્ન! છતે દર્પણ હું મારું રૂપ જોતો નથી, મને ધિક્કાર હો. रूपं विभावैकदशावलीढं, दृष्टं त्वया नाथ ! यथा मदीयम् । मोहान्न वेद्मि श्रुतदर्पणे तत्, परिस्फुटे सत्यपि देव ! धिङ्माम् ॥१८॥
અનુવાદ - પરભાવથી પરિપૂર્ણ મારું રૂપ આપે શાસ્ત્રમાં, સમજાવ્યું પણ સમજ્યો નહિં શું કહું મારી પાત્રતા, આગમ અરીસો હાથમાં પણ નેત્રથી ના નીરખું, સરવર જઈ તરસ્યો રહ્યો કાજલ નયન ગાલે ઘસ્યું. ૧૮
ભાવાર્થ - હે નાથ ! વિભાવદશાથી પરિપૂર્ણ મારું રૂપ જે તમે જોયું છે, તે નિર્મળ ગ્રુતરૂપી દર્પણ સામે હોવા છતાં મોહથી હું જાણતો નથી, માટે હે દેવ મને ધિક્કાર હો. ll૧૮માં
હે જગત્વત્સલ! સંસારના સગાઓને મેં મારું દુઃખ કહ્યું પણ એ રણમાં રોવા જેવું થયું.
आत्मबोध पंचविंशतिका
283