________________
ધોતો નથી પણ નાથ ! સમ્યગ્ધર્મરંગ જતો રહે. તેમાં હશે શો હેતુ તે સમજાય ના મુજને ખરે.
II૧પ
ભાવાર્થ :- તમારા શાસન રૂપી સમુદ્રમાં ધોવા છતાં પણ રાગદ્વેષનો રંગ જતો નથી અને સુધર્મનો રંગ નહીં ધોવા છતાં પણ જતો રહે છે. સ્થિરતાને પ્રાપ્ત કરતો નથી તે તારક! એમાં શું કારણ છે? II૧પા
હે વિશુદ્ધ! મેં આપનું કહ્યું કાંઈ પણ કર્યું નથી છતાં આપ મારો સ્વીકાર કરો છો. मया विमूढेन कृतं न किश्चित्, कृतं च सर्वं भवदुक्तिमुक्तम् । त्वया विभो ! सत्कृपया निजाङ्के, तथाप्याहङ्कारकर्थितोऽहम् ॥१६॥
અનુવાદઃમેં કાંઈ કૃત્ય કર્યું નહીં ને કર્યું તો તે અન્યથા, ભગવંત ! તારા વચનથી દૂર રહ્યો હું સર્વથા, તે તો છતાં મુજને સ્વીકારીને સદા નિજનો ગણ્યો, મલમલિન પણ નિજ બાળ સમજી કદીએ ના અવગણ્યો../૧દી
ભાવાર્થ:- મૂઢ એવા મેં કંઈ પણ “સત્કૃત્ય કર્યું નથી અને જે કાંઈ કર્યું છે તે બધું તમારા વચનથી વિરુદ્ધ કર્યું છે. અહંકારથી કદર્થના પામેલા એવા મને તે વિભો ! આપ આપના અંકમાં અપૂર્વ કૃપા કરીને લ્યો છો એ આપની મહત્તા છે. ૧૬ll
હે મંગલમય ! આ મહામોહ મને ભવકૂપમાં નાંખે છે, એ વિટંબના આપ દૂર કરો.
यथा तथा धर्मधनं युपाय॑, शिवाध्वनि स्यामहमध्वनीनः । भवावटे पातयतीह मां तत्, स्वामिन् ! महामोहविडम्बना मे ॥१७॥
282
विविध हैम रचना समुच्चय