________________
કુપથ્યનું ભોજન કરવાની જેમ હે નાથ ! મોહથી મેં અનાદિ કાળના રોગની શાંતિ ઈચ્છી, ખરેખર મારી બુદ્ધિ ભ્રમ ખેદ જનક છે.
હે નિર્મોહ! વિકારપૂર્વક વનિતાના વિલાસો મને મારી રહ્યા છે. હા! હા ! વિવારે પુરતાતે, દુરન્તોયેલા ભવન્તિા मुखं पदो नासिकया समेताः, कटीतटीयाः सुदृशां विलासाः ॥१४॥
અનુવાદ - મૃગલોચનાનાં મુખચરણને નાસિકા કટિનયનને, વિકારપૂર્વક નિરખિયાં એકીટસે એકીમને, કિપાક ફળની જેમ વિષયો સેવતાં મધુરા રહ્યાં, હા હા ! વિપાકે તેહ મુજને આજ દુઃખદાયી બન્યાં. ૧૪
ભાવાર્થ- અરેરે - સ્ત્રીઓના મુખ-પદ-નાસિકાને કટિના કિનારાથી જન્મતા વિલાસો વિકારપૂર્વક આગળ વધે છે. ત્યારે દૂર ન કરી શકાય એવા દુઃખને આપનારા થાય છે. વિ-અક્ષર આગળ મુકવાથી વિમુખ વિપદ, વિનાસિકા, અને વિકટિ ખરેખર દુઃખરૂપ છે.
હે સ્યાદ્વાદદેશક! આ ધર્મરંગ સ્થિર નથી રહેતો, તેનું કારણ શું?
धौतोऽपि भूयो न च दूरमेति, रागादिरङ्गस्तव शासनाब्धौ । स्थैर्यं पुनर्नैव सुधर्मरङ्गो-ऽधौतोऽप्यगात् तारक ! कारणं किम् ? ॥१५॥
અનુવાદ :
ભવહેતુ રાગાદિતણો મુજ રંગ લાગ્યો જોરથી,
બહુવાર તે ધોવા છતાં પણ દૂર કદી થાતો નથી, आत्मबोध पंचविंशतिका
281