________________
IIટા
અનુવાદઃસાક્ષાત્ પ્રભો ? તુજ રૂપ આ નિભંગીને ક્યાંથી મળે? દુર્બોધ શાસ્ત્રોનાં રહસ્યો બુદ્ધિમાં ક્યાંથી ઠરે ?; પાષાણની પ્રતિમા તમારી નિરખીને કલિકાળમાં, બહુ પુણ્ય પ્રાપ્તિ થાય દુઃખો જાય થોડી વારમાં.
ભાવાર્થ:- હે દેવ! તમારું સાક્ષાત્ દર્શન થવું તે તો અત્યારે સુલભ નથી, વળી તમારું વચન પણ દુર્બોધ છે. તેથી આ કાળમાં અહિં પાષાણ નિર્મિત તમારા બિંબથી પણ અમોને શ્રેષ્ઠ પુણ્ય થાય છે. દા.
હે વિશ્વેશ્વર ! આપ જો મારી ઉપેક્ષા કરશો, તો હું બીજે ક્યાં જઈને પોકાર કરીશ.
देवाः परे न्यक्कृतिमाशु नीता, मया त्वदङ्घिद्वयसम्मदेन । त्वमेव मां दीनमुपेक्षसे चेत्, कस्याग्रतो नायक ! पूत्करोमि ॥९॥
અનુવાદ :
હે નાથ? તારા પીઠબળની પ્રાપ્તિના અભિમાનમાં, દેવો બીજા દૂર કર્યા બની મસ્ત તારા તાનમાં, અતિદીન એવા દાસની સ્વામી ! ઉપેક્ષા જો કરો, પોકાર ક્યાં જઈને કર્યું નથી અન્ય મારો આશરો.
ભાવાર્થ - તમારા ચરણકયની પ્રાપ્તિના શ્રેષ્ઠ બળને કારણે મેં બીજા અનેક દેવોને એકદમ તિરસ્કૃત કર્યા, હવે તમે જ જો દીન એવા મારી ઉપેક્ષા કરશો તો હે નાયક! કોની આગળ જઈ હું પોકાર કરું? Iી
હે અહંનું! મારી હાસ્યાસ્પદ વાત આપને હું શું કહું?
278
विविध हैम रचना समुच्चय