________________
शक्तोऽपि न स्वोदरपूरणाय, तथापि नानाजनभर्तृरूपः । तैरन्वहं हन्त कदर्थ्यमानः, कियद् बुवे हास्यकरं स्वमीश ! ॥१०॥
અનુવાદ - નિજ ઉદરને પણ પૂરવામાં સાવ શક્તિહીન છું, તો પણ પ્રભો ! પરિવારનો સ્વામી થઈને હું રહું, દિનરાત તેઓથી કદર્થિત શું કરું હું શું કરું, તુજ પાસ મુજ આ અકથકથની કેમ કરીને ઉચ્ચરું. ૧૦
ભાવાર્થ - પોતાના ઉદરને ભરવામાં પણ હું શક્તિવાળો નથી, તો પણ અનેક જનોનો સ્વામી થયો છું, હે ઈશ! તેઓ સતત મારી કદર્થના કરે છે. હાંસીપાત્ર મારી વાત તને કેટલી કહું? II૧૦ણા
હે પૂર્ણ! હું અપાર ભવપાર કરીને કૃતાર્થ કેવી રીતે થઈશ? संसारकूपारमनन्तपारं, दुष्कर्मभारेण तरीतुमुत्कः । एवश्च निःश्रेयसतीरमेत्य, कृतं भविष्यामि कथं विभोऽहम् ॥११॥
અનુવાદ - દુષ્કર્મ ભાર વડે ભરેલો નાથ ! ઉત્સુક સર્વદા, ભવજલધિ તરવા શીઘ વરવા મુક્તિની સુખસંપદા, પણ એમ કેમ તરી શકું? તેથી કહું છું આપને, હે નાથ ! નાવિક થઈ ઉતારો પાર ભવથી અમાપ જે. ll૧૧ાા
ભાવાર્થ - અનાપાર એવા સંસાર સમુદ્રને દુષ્કર્મના ભાર વડે તરવાને હું ઉત્સુક થયેલો છું, પણ એ રીતે તે વિભો ! મુક્તિકિનારાને મેળવીને કઈ રીતે કૃતાર્થ થઈશ? ૧૧.
आत्मबोध पंचविंशतिका
29.