________________
ભવ ચારકે દઢ સ્નેહ પાસે બદ્ધ નવ છૂટી શકું, અરિહંત! છેદો પાશને જેમ આપ નિકટ રહી શકું. ll ll
ભાવાર્થ - માતા-પિતા ભાઈ-સ્ત્રી બેન-મિત્ર અને પુત્ર એ સર્વના સ્નેહથી મજબૂત રીતે ગુંથાયેલ મોહજાળથી બંધાયેલો હું તમને કેવી રીતે ભજું? ll
હે પ્રભો! આપ મને મળ્યા છો છતાં મારું જીવન નિષ્ફળ કેમ જાય છે?
त्वच्छासनं प्राप्य शिवाय किञ्चत्, कृतं न चेन्मोहमलीमसेन । भवा यथाऽन्येऽपि तथा भवोऽयं, जिनेश ! जज्ञे भवपूरणाय ॥७॥
અનુવાદ:શિવકાજ સ્વામી ના કર્યું શાસન તમારું પામીને, હિતકાર્ય કંઈ પણ મોહમદિરા પાનથી ઉન્માદી મેં, બીજા ભવોની જેમ મારો મનુજ ભવ પણ હે પ્રભો ? ભવપૂર્ણ કરવાને થયો નિષ્ફળ ગયો નિષ્ફળ ગયો.
ભાવાર્થ - તમારું શાસન પામીને મોહથી મલિન થયેલા મેં આત્મ કલ્યાણ માટે કાંઈ ન કર્યું, તેથી બીજા ભવોની જેમ, મારો આ ભવ પણ હે જિનેશ ! ભવ પૂર્ણ કરવાને માટે થયો. છા
હે વિભો! આપની પ્રતિમાજીથી પણ અમારું કલ્યાણ છે.
साक्षात्त्वदीयं सुलभं न रूपं, दुरूहरूपं वचनं त्वदीयम् । त्वद्विम्बतः स्याद् वरमेव पुण्य-मस्मादृशां देव ! तदश्मतोऽपि ॥८॥
आत्मबोध पंचविंशतिका
277