________________
(૩૫નાતિ) श्रेयः श्रियां मङ्गलकेलिसद्म !, सम्पूर्णपूर्णात्मसमुल्लसद्म । देहि प्रभो ! सत्पथमात्मसारं, विधेहि संसारसमुद्रपारम् ॥१॥
અનુવાદઃ- (હરિગીત) હે નાથ! ક્રિીડાધામ મંગલ મુક્તિ લક્ષ્મીના તમે, નિજપૂર્ણ રૂપ અપૂર્વ તમને સેવતા સહેજે મળે, ભૂલા પડેલાને પ્રભો ! શુભ આત્મપંથ બતાવજો, કરી મહેર હે કિરતાર ! આ ભવ સિધુ પાર ઉતારજો. llll
ભાવાર્થ - મુક્તિરૂપી લક્ષ્મીની મંગળક્રીડાના ધામરૂપ, પૂર્ણ આત્માની સારી રીતે ઉલ્લાસાયમાન લક્ષ્મીવાળા હે પ્રભો! આત્માને સારરૂપ સન્માર્ગને આપો અને મને સંસાર સમુદ્રથી પાર કરો. ૧//
હે જિનેશ્વર! આપ ચિર સમય જયવંતા વર્તા
सर्वात्मशार्पणसावधान !, मुक्त्यङ्गनाहृद्रमणैकतान ! । दूरीकृतानङ्गमहाभिमान !, चिरं जय ज्ञानकलानिधान ! ॥२॥
અનુવાદ - સુખ આપવા સહુ જીવને તું સર્વદા તત્પર પ્રભુ, વળી મુક્તિલલનાના હૃદયને રમણ કરનારા વિભુ, દૂરે કર્યું અભિમાન કળથી કામનું નિષ્કામ તું, વિજ્ઞાન સત્ય નિધાન જિનવર ! જીવ તું ઘણું જીવતું. રા.
ભાવાર્થ - સર્વ આત્માઓને સુખ આપવામાં સાવધાન, મુક્તિરૂપી સ્ત્રીના હૃદયને ખુશ કરવામાં એકતાન, કામદેવના મહાન અભિમાનને દૂર
विविध हैम रचना समुच्चय