________________
ભક્તિભાવ ભરેલ હૈયે પૂજી પ્રભુ પદકજ દ્વયી, એકાગ્રભાવે પ્રભુ તણું ધરી ધ્યાન અતિ ઉલટ ધરી, પ્રભુ પાસ યાચે સર્વ ઈન્દ્રો જેને નિશદિન કરગરી, હોજો સદા યે વન્દના તે રજોહરણને માહરી...
દિન એકનું પણ પાળે સંયમ ભાવથી જેને ગ્રહી, તે થાય કદી ના સિદ્ધ તો પણ થાય વૈમાનિક નકી, તસ તોલે નાવે કોઈ વસ્તુ સકલ યા ત્રિભુવન મહીં, હોજો સદા યે વન્દના તે રજોહરણને માહરી...
નિજ આત્મસુખમાં જે સદા યે મ્હાલતાં જેને લઈ, મન જોડી સંયમભાવમાં પરભાવથી પાછા હઠી, જે મેળવી મુનિ હંસ જિમ રમે જ્ઞાનમાનસસર મહીં, હોજો સદા યે વન્દના તે રજોહરણને માહરી...
272
રચના :- સં. ૨૦૬૩ - મહા સુદ-૯, તા. ૨૭-૧-૨૦૧૭
પૂજ્ય શાસનસમ્રાટ્નીની ગુરુ સ્તુતિ (સવૈયા છંદ)
જન્મ લઈ મધુમતિનગરીમાં જિન શાસન ઉદ્યોત કર્યો, જીવનના ભોગે જેઓએ તીર્થોનો ઉદ્ધાર કર્યો, રાજાઓ પણ જસ પય પ્રણમી નિજ જીવનને ધન્ય ગણે, તે શ્રી નેમિગુરુવર ચરણે મુજ શિર કોટિવાર નમે...
विविध हैम रचना समुच्चय