________________
૯. રજોહરણ વન્દના...
જેને સ્વીકારી ભવ્ય સૌ નિજ પાપ પંક પખાલતાં, જેને સ્વીકારી ભાવિકો સૌ મુક્તિ મારગ સાધતાં, જેના પ્રતાપે રંક પણ સન્માન રાયનું પામતાં, હોજો સદા યે વન્દના તે રજોહરણને માહરી...
પખંડને નવનીધિ તથા વળી ચૌદરત્ન ત્યજી કરી, હોંશે સ્વીકારે ચક્રવર્તી જેને અતિ આદર ધરી, ઉભરાય એથી એને ઉરમહીં હર્ષસાગર ફરી-ફરી, હોજો સદા યે વન્દના તે રજોહરણને માહરી...
કેવો હતો એ દ્રમક પણ તે ઓઘો અણમૂલો લહી, દિન એકનું ચારિત્રપાળી બન્યો રાજા સંપ્રતિ, જેથી ટળે દુષ્કર્મને સદ્ભાગ્ય જાણે નિયમથી, હોજો સદા યે વન્દના તે રજોહરણને માહરી...
જે પ્રાપ્ત કરતાં રાજને વળી ચોરભય જાયે ટળી, ઈહલોક સુખ પામી કરે પરલોક હિત નિશ્ચય થકી, જેને નમે નરદેવને યશકીર્તિ થાયે જેહથી, હોજો સદા યે વન્દના તે રજોહરણને માહરી...
સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવતાના સુખ થકી, અદકેરું સુખ જેથી લહી સુખ મુક્તિના પામે નકી, ગુરુ કર થકી નિજકર ગ્રહી જેને ભવિક નમે અતિ, હોજો સદા યે વન્દના તે રજોહરણને માહરી...
રત્નોહરા વા...
૨
ო
૫
271