________________
MAX
૨.પ્રગટપ્રભાવી શ્રીઅજારા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન
(રાગ : વંદો વીર જિનેશ્વર રાયા...)
શ્રી અજારા પાર્શ્વ પ્રભુજી, અરજી ઉરમાં ધારો રે, પ્રગટ પ્રભાવી છો તુમે સ્વામી, સેવકજન આધારો રે...
શ્રી. ૧
દરિસણ આજ લહ્યું તુજ નિર્મળ, ચિર સંચિત આશા ફળી રે, માનું સુરમણિ સુરઘટ સુરતરુ, આવ્યા આંગણ હળી મળી રે... શ્રી ૨
પૂરવ પુણ્ય ઉદય મુજ જાગ્યા, હર્ષોદધિ ઉર ઉછળ્યો રે, અશુભ કરમ સવિ નાઠાં દૂરે, જગતારક જિન તું મળ્યો રે... સમરથ સાહિબ તુમ સમ પામી, કહો કુણ અવર ઉપાસે રે, માલતી ફૂલે મોહયો મધુકર, કિંદ નહિ બાવળ જાવે રે.... લાલવરણ તુજ અદ્ભુત રાજે, મુક્તિવધૂ વશકાર રે, અભિનવ દિનકર સમ જે દીપે, શોભા અપરંપાર રે... ભવ ભવ ભટકી આવ્યો આજે, ચરણે તુજ મહારાજ રે, જો નવિ મ્હેર કરો મુજ ઉપર, તો કિમ સરશે કાજ રે... દોય હજાર પચાસની સાલે, ફાગણ સુદી અગીયારશે રે, શ્રી ગુરુદેવ પસાયે ભેટ્યા, પાસ અજારા હરખે રે... . દેજો તુમ પદ પદ્મની સેવા, યાચું એહિ જ સ્વામી રે, નેમિ-અમૃત-ગુરુદેવ ચરણરજ, હેમ કહે શિરનામી રે...
262
શ્રી ૩
શ્રી ૪
શ્રી પ
શ્રી ૬
શ્રી ૭
શ્રી ૮
શ્રી અજારા પાર્શ્વપ્રભુની સન્મુખ બોલવાની સ્તુતિ નિજ લાલ તનુ કાન્તિ થકી નવ તરણિ સમ જે દીપતા, અદ્ભુત પ્રભાવી જેહ કામિત કલ્પતરુ સમ અર્પતા, ધરણેન્દ્રને પદ્માવતી નિત જેની કરતા અર્ચના, એવા અજારા પાર્થ પ્રભુના ચરણયુગમાં વન્દના.
विविध हैम रचना समुच्चय