________________
૧. શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
(રાગઃ સાહેબો શંખેશ્વર સોહામણો રે....) આજ મેં ભેટ્યો વિમલગિરિ શાશ્વતો રે, નિરખ્યો નાભિનારેશ્વર નંદ, સ્વામી તેજે તપન જિમ રાજતો રે, મુખ જિમ સોહે શારદચંદ.. આજ. ૧ મહિમા લોકોત્તર છે તારો રે, જીભથી કેમ કરી કહાય,? આજ જન્મ સફળ થયો માહરો રે, ભેટ્યો શત્રુજ્ય ગિરિરાય. આજ ૨ પૂર્વ નવ્વાણું વાર સમોસર્યા રે, સ્વામી એ તીરથ ધરી નેહ, કઈ મુનિવર ભવજળ ઉતર્યા રે, તાહરા ધ્યાને પાવન તેહ. આજ, ૩ ગિરિ દર્શનથી મનવાંછિત ફળે રે, ભવ ભવ સંચિત પાપ પલાય, ત્રીજે ભવ તે શિવસુખ મેળવે રે, ભાવે ભેટે જે ગિરિરાય.. આજ ૪ જ્ઞાતાધર્મકથાગે એહનો રે, મહિમા ભાખ્યો જિનવર દેવ, લઘુકર્મી થયો આતમ જેહનો રે, તે લહે શત્રુંજય ગિરિ સેવ. આજ પ દોય કર જોડી સ્વામી વિનવું રે, મુજને ભવોદધિ પાર ઉતાર, નેમિ અમૃત દેવગુરુ કિંકર રે, હેમચન્દ્ર નમે સુખકાર... આજ ૪
श्री सिद्धाचलनुं स्तवन
261