________________
હું ઉપકાર સ્મૃતિ અને અણ સ્વીકાર કે
આ ઉપકાર શ્રેણિની પરંપરામાં સર્વોપરિ તો છે માતા-પિતા ને ગુરુ મ. (બા મહારાજ પરમતપસ્વિની તથા અત્યન્ત સરળ સ્વભાવી સા. શ્રી પઘલતાશ્રીજી મ, સદાય આરાધનામાં અને નિજાનન્દમાં મ્હાલતા જનક મહારાજ પૂ. મુનિરાજ શ્રી હીરવિજયજી મ. તથા ગુરુમ. પરમસૌમ્યમૂર્તિ પૂ. આ. શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ.શ્રી) તે પછી સર્વોપરિ છે દીક્ષાદાતા તથા જેઓની શુભ નિશ્રામાં સં. ૨૦૦૫ થી ૨૦૨૦ એટલે ૧૫ વર્ષ સુધી એકધારા રહ્યા તથા જેઓએ મારા અભ્યાસ માટે અતિશય કાળજી રાખીને પૂજ્યપાદ આ.ભ. શ્રી વિજય રુપ્રભસૂરીશ્વરજી મ. શ્રી તથા નિજ પર સમુદાયના વાત્સલ્યમૂર્તિ ગુણગૌરવશાળી પૂજ્ય આચાર્ય ભગવન્તો, લાગણીશીલ પદસ્થો - મુનિરાજો તથા પ્રોત્કટ ભક્તિભાવિત હૃદય પરમવિનીત શિષ્ય પ્રશિષ્યાદિ સમુદાય તથા વિનય | વિવેક અને ભક્તિથી ઉભરાતો શ્રમણી સમુદાય (જે ગણ્યા ગણાય એમ નથી) વળી સ્નેહ / સદ્ભાવ અને ભક્તિથી ઉભરાતો શ્રાવક શ્રાવિકા સમુદાય પણ એવો છે કે જેઓ નિષ્કામભાવ, ભક્તિ અને હૂંફ અમને આપતા જ રહ્યા છે આ બધા પ્રબળ શુભ નિમિત્તો સિવાય અત્યાર સુધી હેમ ખેમ ચાલી રહેલી સંયમયાત્રાતથા જીવનયાત્રાને સાહિત્યયાત્રા ચાલવી મુશ્કેલ જ ગણાય.
૪ વળી વિદ્ધસમુદાયમાં તથા સમગ્ર જૈન શાસનમાં બહુમાન્ય ગણાય એવા આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી જેવા લઘુબધુ તરીકે તથા પોતાના અપ્રતિમગુણગણથી આદર્શરૂપ ગણાય એવા સાધ્વી શ્રી હેમલતાશ્રીજી જેવા લઘુભગિની તરીકે મળ્યા છે એનું મારે મન અતિશય ગૌરવ છે. આમ માતાપિતા અને ભાઈ / ભગિની એમ ચાર / ચાર સ્વનામધન્ય પુણ્યાત્માઓના પુત્ર તથા વડિલબધુ બનવાનું સૌભાગ્ય જેને મળ્યું હોય એની છાતી ગજ / ગજ કેમ નફુલાય?