________________
રીતે પ્રસ્તુત ગ્રંથ અંગે કંઈ નહિ? અલગ અલગ સમયે થયેલી રચનાઓનો એક સંગ્રહ બહાર પાડીયે તો સારું એવું તો મનમાં ક્યારનું થતું હતું અને એ માટે ભલામણ પણ થતી રહેતી હતી. પણ એનું જલ્દી અંજળ આવવામાં નિમિત્ત બન્યું. “નવન વન્યત'ના અંકોમાં એ બધી રચનાઓ વારાફરતી પ્રકાશિત થતી રહી તથા એના સંપાદક “કીર્તિત્રયી' એ કાળજીપૂર્વક અને સંપાદિત કરી તૈયાર કરીતે જ છે. એ અંકોમાંથી બધી જ રચનાઓ સંકલિત કરી તૈયાર કરવામાં તથા એ સિવાયની બીજી રચનાઓની કોપી કરવામાં તથા આ કાર્યમાં પ્રોત્સાહિત કરવામાં પૂજ્ય મુનિશ્રી જગચન્દ્રવિજયજી મ., પૂ. સાધ્વીશ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી, સાધ્વીશ્રી આનન્દપૂર્ણાશ્રીજી તથા સાધ્વીશ્રી નમિતાશ્રીજી વિ.એ અગત્યનો ભાગ ભજવ્યો છે. તે અનુમોદનીય છે.
તથા આ ગ્રન્થના પ્રકાશનમાં આર્થિક લાભ સામે ચાલીને લેનાર અનામી (યુ.એસ.એ. વાસી) વ્યક્તિની શ્રુતભક્તિ સદાય સંસ્મરણીય રહેશે.
જય જિનેન્દ્ર ગ્રાફિક્સવાળા નીતિનભાઈ શાહ તથા ભાઈ કુશે સારી રીતે પુસ્તકછાપી તૈયાર કરી દીધું તે બદલ તેમને ધન્યવાદ..
-હેમચન્દ્રસૂરિ