________________
૨સં. ૨૦૨૨ - સુરતમાં ચાતુમસિ ? પૂ.પા. પીયૂષપાણિ આચાર્ય ભગવત્ત શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મ.શ્રીની નિશ્રામાં સુરત-ગોપીપુરા-નેમુભાઈની વાડીના ઉપાશ્રયમાં પૂ. રામસૂરિ મ, પૂ. ગુરુમા અને પૂ. ધર્મધુરન્ધરસૂરિ મ. આદિ પરિવાર સાથે ચાતુર્માસ થયું. તે વખતે મારા પંચમાંગ શ્રી ભગવતીજીના યોગોદહન થયા, તથા સાથે પૂ. ધર્મધુરન્ધરસૂરિ મ. પાસે ભગવતીજીની વાચના બહુ સારી રીતે થઈ. તેમજ વ્યાખ્યાનમાં પણ પૂ. ધર્મધુરન્ધરસૂરિ મહારાજે શ્રી ભગવતીસૂત્ર જ વાંચ્યું. વ્યાખ્યાન શૈલી એવી મજાની કે શ્રોતાઓ રસપૂર્વક સાંભળ્યા જ કરે, મેં પણ નિયમિત વ્યાખ્યાનો સાંભળ્યા અને લખ્યા પણ ખરાં. એ સાંભળ્યા પછી ભગવતીસૂત્ર વાંચવાની હિંમત આવી અને ત્રણ-ચાર વખત વાંચ્યું પણ ખરું. એ ચાતુર્માસમાં તેઓશ્રીએ ભગવતીસૂત્ર સંપૂર્ણ વાંચ્યું. એ એમની શૈલીની ખૂબી. ત્યાંના ઝવેરભાઈ માસ્તર, સૌભાગ્યભાઈ લાકડાવાળા, પાનાચંદભાઈ મદ્રાસી, બાલુભાઈ નાણાવટી વિ. એવા સુબુદ્ધ શ્રાવકો હતા કે જેઓ વ્યાખ્યાનમાં કહેવાતી સૂક્ષ્મવાતોને પણ ઝીલે અને મર્મપકડે.
શક સં. ૨૦૨૩ - પાલિતાણમાં ચાતુમસ અને પૂ.પા. આચાર્ય શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. આદિ સાથે સુરતથી વિહાર કરી પાલિતાણા આવ્યા. સુરતમાં હતા તે બધા જ અહીં પધાર્યા. શત્રુંજયવિહાર અને સાહિત્ય મંદિરમાં બિરાજમાન થયા. વ્યાખ્યાન | વાણી, આરાધના બધું સાહિત્ય મંદિરમાં થતું. ત્યાંની સ્થિરતા દરમ્યાન દીક્ષા/ અંજનશલાકા પ્રતિષ્ઠા, પદપ્રદાન વિ. વારાફરતી એટલું થતું રહ્યું કે જેને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જતાં. ચાતુર્માસમાં પૂ. ધર્મધુરન્ધરસૂરિ મ. એ નદિસૂત્ર ઉપર મનનીય વ્યાખ્યાનો કર્યા. ચારે મહિનાએ વ્યાખ્યાનો સાંભળ્યા, અને ધન્યતા અનુભવી. આમસં. ૨૦૧૨, સં. ૨૦૨૨ અને સં. ૨૦૨૩ આ ત્રણ વર્ષો અમારી જીંદગીના સોનેરી વર્ષો પુરવાર થયા.