________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૧૦ ૧ | શબ્દાર્થ : (૧) તેથી (૨) મુક્તિગમન યોગ્ય (૩) વિચારે સતઅસતના (૪) વિવેકયુક્ત (૫) પાપથી (૬) નિવૃત્ત (૭) શાન્ત-સમાધિયુક્ત કર્મના વિદારણ કરવામાં (૮) સમર્થ પુરુષ (૯) મહામાર્ગ (૧૦) પ્રાપ્ત કરે છે (૧૧) સિદ્ધિને (૧૨) ભાર્ગ (૧૩) મેક્ષમાં લઈ જનાર (૧૪) ધ્રુવ છે.
| ભાવાર્થ - કેઈ કે કાયર સાધક માતાપિતા આદિ સ્વજ. નેના સ્નેહમાં પડી જઈ સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. એમ જાણું હે શિષ્યો ! તમે મુક્તિગમનાગ્ય રાગદ્વેષ રહિત બની પાપકર્મના પરિણામને વિચાર કરો તથા ઉત્તમ વિવેકથી યુક્ત બની પાપકર્મ. વાળાં અનુષ્કાનેથી નિવૃત્ત થઈ, ક્રોધાદિ કષાયને ત્યાગી, શાન્ત સમભાવી બની વિચરો-કર્મોને વિદારણ કરવામાં સમર્થ સાધકો જ મોક્ષ સન્મુખ લઈ જવાવાળા ધ્રુવ અને સિદ્ધિના માર્ગને પ્રાપ્ત કરે છે. તે માર્ગમાં વીરપુરુષે જ ચાલી શકે છે. એમ જાણી મોક્ષમાર્ગ રૂપ સંયમ અનુષ્ઠાનમાં, ઉપગવંત રહીને વિચરે, એ જ આત્મ શ્રેયને સાચે માર્ગ છે.
वेयालिय मग मागओ, मण वयसा कारण निघुडों । चिच्चा वितं च नायओ, आरंभं च सुसंवुडे चरे ॥ २२ ॥ | શબ્દાર્થ : (૧) કર્મ વિદાહરણ કરવામાં સમર્થ (૨) માર્ગમાં (૩) આવીને (૪) મન (૫) વચન (5) કાયાથી (૭) ગુપ્ત બની (૮) છોડી (૯) ધન તથા સ્વજનાદિ (૧૦) જ્ઞાતિવર્ગ તથા (૧૧) આરંભને (૧૨) ઉત્તમસંયમી બની (૧૩) વિચરે.
| ભાવાર્થ – હે મનુષ્ય ? કર્મને વિદારણ કરવામાં સમર્થ એવા મોક્ષમાર્ગને ગ્રહણ કરી, મન વચન કાયાથી ગુપ્ત બની તથા ધનસંપત્તિ સ્વજનાદિ જ્ઞાતિવર્ગ તથા આરંભનો ત્યાગ કરી, સંયમમાં ઉપયોગવંત રહી, સંયમપાલન કરતા થકા વિચરવું, એ સાધકને શ્રેયનું કારણ છે.
પહેલો ઉદ્દેશ સમાપ્ત.