________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૧૦ ૧ જ્યારે જીવને રોગે કે મૃત્યુ આવે છે. ત્યારે તે સમયે કોઈ દુઃખમાં ભાગ લઇ શકનાર નથી. તેમ જ મૃત્યુથી બચાવી લેનાર પણ નથી, એમ જાણ સાધુ સંયમપાલનમાં ઉપયેગવંત રહે, એ સાધુને આચાર છે.
अन्ने अन्नहिं मुच्छिया, मोहं जंति नरा असंखुडा । विसमं विसमेहिं गाहिया, ते पावहिं पुणो गम्भिया ॥२०॥
શબ્દાર્થ : (૧) સંયમથી રહિત (૨) કોઈ મનુષ્ય (૩) માતાપિતા તથા અન્ય પદાર્થોમાં (૪) મૂર્ણિત બની (૫) મોહને (૬) પ્રાપ્ત કરે છે (૭) અસંયમી પુરુષ દ્વારા (૮) અસંયમ (૯) ગ્રહણ કરાયેલ પુરુષ (૧૦) ફરી (૧૧) પાપકર્મ કરવામાં (૧૨) ઘણું બની જાય છે.
ભાવાર્થ – કઈ કઈ સાધક, સંયમ અનુષ્ઠાનમાં શિથિલ રહેલા અલ્પપરાક્રમી સાધુ, અસંયમી માતાપિતા આદિ સંબધી જને તરફના અસદુ ઉપદેશથી, માતાપિતા આદિમાં મૂછિત બની મોહને પ્રાપ્ત કરે છે. પ્રશ્ચાત અસંયમી ગૃહસ્થના નિમિત્ત દ્વારા, અસંયમ ગ્રહણ કરનાર પુરુષ ફરી પાપકર્મ કરવામાં વૃષ્ટ બની જાય છે. એટલે પાપકર્મ કરવામાં લજિજત થતું નથી. એવા જ નિમિત્તમાં વિવેકી સાધક વિચારે કે સમ્યગદર્શન આદિ આત્માના ગુણે સિવાય સંસારના સર્વ પદાર્થો તથા પિતાનું શરીર પણ પોતાના આત્માથી ભિન્ન છે. તેમ જ જીવને સંસારમાં સ્થિર રાખનાર અસંયમી જીવન છે અને સંયમી જીવન તે જેને સંસાર સાગરથી પાર ઉતારનાર અને મોક્ષના શાશ્વત સુખને પ્રાપ્ત કરાવનાર છે. સંયમપાલનમાં જાગૃત રહેનારા આત્મકલ્યાણ શકે છે. ___ तम्हा दवि इक्ख पंड़िए, पावाओ विरतेऽभिनिव्वुडे । पणए वीरं महाविहिं सिद्धिपहं णेआउयं धुवं ॥ २१ ॥
૧૦.
૧૩