________________
સત્ર કૃતગ સત્ર અ ર ઉ૦ ૧
૫
| ભાવાર્થ- સાધુના સંબંધીજને આદિ સાધુને કામના પ્રલેભન આપે, અથવા સાધુને બાંધીને ઘરે લઈ જાય, પરંતુ સંયમમાં સ્થિત સાધુ અસંયમી જીવનની ઈચ્છા કરે નહિ. તેથી સ્વજને પિતાને આધીન કરી ગૃહસ્થવાસમાં સ્થિત કરી શકતા નથી. પરંતુ સાવધાન મુનિ અનુકૂળ પ્રતિકૂળ પરિષહેને સમભાવે વેદન કરતા થકા સંયમભાવમાં સ્થિત રહી સંયમ પાલન કરે. જેનું ઉપાદાન જોરદાર છે. તેને નિમિત્ત અસર કરી શકતું નથી.
सेहंति य णं ममाइणो, माय पिया य सुया य भारिया । पोसाहि ण पासओ तुमं, लोग परं पि जहासि पोसणो ॥१९॥
શબ્દાર્થ : (૧) સાધુને શિક્ષા આપે (૨) સાધુમાં મમત્વ રાખવાવાળા (૩) માતાપિતા (૪) પુત્ર-સ્ત્રી આદિ (૫) તમે સૂક્ષ્મદર્શી છો (૬) અમારું પિષણ કરે તમે અમોને ત્યાગી (૭) તમારે પરલોક પણ (૮) બગાડી રહ્યા છે (૯) માટે અમારું પિષણ કરે.
ભાવાર્થ- કેઈ નવ દીક્ષિત સાધુમાં મમત્વ રાખવાવાળા, તેમનાં માતા, પિતા, પુત્ર, સ્ત્રી વગેરે સાધુ પાસે આવી એમ કહે કે હે પુત્ર! તમે સુમદશી છે. અમે બધા તમારા વિના દુઃખી થઈ રહ્યા છીએ. તમારા સિવાય અમારું કોઈ પિષણ કરે તેમ નથી, તમો વસ્તુસ્વરૂપના જાણનાર છે, માતા પિતાને ત્યાગી-દુઃખી કરી, દીક્ષા લેનાર આ લેક અને પરલોક બન્નેથી ભ્રષ્ટ થાય છે. પરિવારના પિષણથી પુણ્ય પ્રાપ્તિ થાય છે. માતાપિતા સ્ત્રી પુત્રનું પાલન કરવું તે ગૃહસ્થને ધર્મ છે. માટે તમે સંયમ છેડી ઘેર આવી અમારું પિષણ કરે, આ રીતે સ્વજને મમત્વભાવથી પ્રવ્રજિત થયેલ સાધુને સંયમથી પતિત કરવા કરુણામય વચનથી શિખામણ આપે છે. પરંતુ સંયમમાં સ્થિત થયેલ, શ્રમણ વસ્તુ સ્વરૂપને જાણનાર સંયમથી પતિત થતા નથી. જાણે છે કે જગત આખું સ્વાર્થમય છે,