________________
સત્ર કૃતાંગ સત્ર અ૦ ૨ ૧૦ ૧ એ જ આત્મકલ્યાણને સાચે માગ રહેલ છે. આરંભ છે તે સંસાર પરિભ્રમણરુપ જન્મમરણ કરાવનાર છે. જેથી આત્માથી જીએ આરંભનો ત્યાગ કરવા સદા જાગૃત રહેવું.
विरया वीरा समुट्टिया, कोह कायरियाइ पीसणा । पाणे ण हणंति सव्वसो, पावाओ विरयाऽभिनिव्वुडा ॥ १२ ॥
' શબ્દાર્થ : (૧) હિંસાથી નિવૃત્ત કર્મને ક્ષય કરવાવાળા (૨) વીર પુરુષ (૩) સંયમમાં ઉપસ્થિત (૪) ક્રોધાદિ કષાયોને (૫) દૂર કરનાર મન વચન કાયાથી (૬) પ્રાણીઓને (૭) હણે નહિ (૮) પાપકર્મોથી (૯) નિવૃત્ત (૧૦) મુક્ત જીવ સમાન કહ્યા છે. (૧૧) સર્વથી.
ભાવાર્થ – હિંસા આદિ પાપકર્યોથી નિવૃત્ત, તથા ક્રોધ, માન, માયા; લેભ આદિ રાગદ્વેષને દૂર કરનારા, આરંભથી રહિત મન, વચન, કાયાથી કઈ પ્રાણીને હણવા નથી. તથા મૃષાવાદ આદિ સર્વ પાપોથી નિવૃત્ત સંયમમાં ઉપસ્થિત ઉપસમભાવથી શાંત બનેલા સાધકને, મુક્ત છ સમાન કહ્યા છે.
૧૧ ૧૧ ૮ ૨ ૧
ण वि ता अहमेव लुप्पए, लुप्पंति लोअंसि पाणिणो । एवं सहिएहिं पासए अणिहे से पुढे अहियासए ॥ १३ ॥
શબ્દાર્થ : (૧) જ્ઞાન સંપન્ન મુનિ (૨) એમ (૩) વિચારે (૪) લેકમાં (૫) જીવો (૬) પીડાઈ રહ્યા છે (૭) સંસારી જીની માફક (૮) હું (૯) પરીષહથી પીડીત (૧૦) નહિ બનું (૧૧) તેમ (૧૨) સમભાવથી (૧૩) પરીષહને સ્પર્શ થતા (૧૪) મુનિ (૧૫) સહન કરે.
ભાવાર્થ – જ્ઞાનાદિ સંપન્ન મુનિ એ વિચારે કે આ જગતમાં અન્ય મનુષ્ય તથા તિર્યંચ આદિ પ્રાણીઓ દુખેથી