________________
સૂત્ર કૃતગ સૂત્ર અ૨ ઉ૦ ૧
૫૫
(૮) દુઃખ પામે છે. પિતાના કરેલા કર્મોથી (૯) નરકાદિ સ્થાનમાં જાય છે (૧૦) નથી (૧૧) ભોગવ્યા વિના (૧૨) છૂટી શકાતું (૧૩) કર્મથી (૧૪) છે.
ભાવાર્થ- જે જીવ સાવદ્ય અનુષ્ઠાને છેડતા નથી તે જીવે સંસારમાં પિતાનાં કરેલાં કર્મના ફળ ભોગવવા માટે નરક આદિ યાતના સ્થાનોમાં ઉત્પન્ન થઈ દુ:ખે ભેગવે છે. અલગ અલગ સ્થાનમાં નિવાસ કરનારાં પ્રાણીઓ, સર્વે પિતાનાં કરેલાં શુભાશુભ કર્મના ફળને ભોગવ્યા વિના કર્મથી મુક્ત થઈ શકતાં નથી. વળી વિશિષ્ટ તપસ્યા તથા સંયમ ગ્રહણ કર્યા વિના કર્મોને સર્વથા ક્ષય થઈ શકતું નથી. એમ જાણી પિતાના આત્માના કલ્યાણને માટે, સુખસમાધિ પ્રાપ્ત કરવા, નિરારંભી નિષ્પરિગ્રહી બની ચારિત્ર ગ્રહણ કરવા ઉદ્યમવંત રહેવું. સર્વવિરતી થવા શક્તિ ન હોય તે અલ્પારંભી અલ્પ પરિગ્રહી બની ધર્મ આરાધના કરવા તત્પર બનવું એ જ મનુષ્યભવનું સાચું કર્તવ્ય છે.
૧૦
૧૩
- ૧૪
१२
देवा गंधव्व-रक्खसा, असुरा भूमिचरा सरीसिवा । राया नरसेटि-माहणा ठाणा ते वि चयंति दुक्खिया ॥ ५ ॥
શબ્દાર્થ ઃ (૧) દેવતા (૨) ગન્ધર્વ (૩) રાક્ષસ (૪) અસુર ભૂમિ પર (૫) ચાલવાવાળા (૬) સરકીને ચાલવાવાળા સર્પાદિ તિર્યંચ (૭) રાજા (2) મનુષ્ય (૯) નગરશેઠ (૧૦) બ્રાહ્મણ (૧૧) એ સર્વ દુઃખી બની (૧૨) પોતપોતાનાં (૧૩) સ્થાનને (૧૪) છોડે છે-મૃત્યુ પામે છે.
ભાવાર્થ – સિદ્ધભગવંતના સ્થાન સિવાય સર્વ સ્થાને અનિત્ય છે. દેવતા, ગન્ધર્વ, રાક્ષસ અસુર, ભૂમિચર, તિર્યંચ, ચક્રવતી, સાધારણ મનુષ્ય, નગરશેઠ, બ્રાહ્મણ વગેરે એ સર્વ દુઃખી થતા પિતાના સ્થાનને છોડી પરલોકમાં જાય છે. સર્વ પ્રાણીઓને પ્રાણ છોડતી વખતે મહાદુઃખ હોય છે.