________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૧
૫૩ આસક્ત થઈ એકવાર ધર્માચરણથી ભ્રષ્ટ થાય છે, તે અનંતકાળ સુધી આ સંસારમાં જન્મમરણરૂપ પરિભ્રમણ કરે છે એમ આગમમાં કહેલ છે. તેમજ આયુષ્ય વ્યતીત થયેલ પાછું પ્રાપ્ત થતું નથી. એ જ રીતે યૌવન ચાલ્યા ગયા પછી પાછું પ્રાપ્ત થતું નથી. આયુષ્ય તૂટયું સાંધી શકાતું નથી એમ જાણી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બોધ સ્વીકાર કરે તે ભાવ બંધ છે. તેને પ્રહણ કરી પ્રાપ્ત સંયોગને સફળ બનાવવા ઉપયોગી રહેવું. એ આત્મહિતનું કારણ જાણવું.
સદા ગુદા જ પદ, જન્મસ્થા વિ રવિ માવા | सेणे जह वयं हरे, एवं आउखयमि तुई ॥ २ ॥
શબ્દાર્થ : (૧) નાના બાલક (૨) વૃદ્ધ (૩) ગર્ભમાં રહેલા તથા મેટી ઉમરના મધ્યમ ઉમરના (૪) મનુષ્યોનાં જીવન (૫) તુટી જાય છે (૬) સ્પેન પક્ષી (૭) જેમ (૮) વર્તકપક્ષીને (૯) પકડી લે છે મૃત્યુ પમાડે છે (૧૦) એ રીતે (૧૧) આયુષ્યને ક્ષય થયે (૧૨) જીવોના જીવન નષ્ટ થાય છે. (૧૩) તેને દેખે.
ભાવાર્થ – શ્રી ઋષભદેવસ્વામી પિતાના અઠણુ પુત્રને ઉદેશીને ઉપદેશ આપે છે કે હે ભવ્યજને બાલક, વૃદ્ધ તથા ગર્ભમાં રહેલા તથા મધ્યમ વયના વગેરે મનુષ્ય પોતાના જીવનને છેડી દે છે, એ તમે દેખે, જેમ ચેન નામનું પક્ષી વર્તક આદિ નાના પક્ષીઓને પકડી મારી નાંખે છે એ જ રીતે આયુષ્યને ક્ષય થયે જેના જીવન નષ્ટ થાય છે, પ્રાયઃ સંસારી જીવનાં આયુષ્ય વિશેષ સેપક્રમી હેવાથી નિયત હોતાં નથી. તેથી કંઈ ગર્ભમાંથી, કેઈ બાલવયમાં, તે કઈ યૌવનવયમાં, તો કઈ વૃદ્ધાવસ્થામાં મૃયુન પ્રાપ્ત થાય છે. આ રીતે મનુષ્યનાં જીવન અસ્થિર છે, આવી રીતે પ્રાયઃ મનુષ્યઆદિ સર્વ જીવની એ જ સ્થિતિ રહેલ છે, આયુષ્ય વેદનોથી ભરપૂર છે, સર્વ અવસ્થામાં પ્રાણ પિતાના પ્રાણને છેડે છે, આ રીતે જીના જીવન, મૃત્યુ નષ્ટ કરી દે છે. એમ જાણું બેધને પ્રાપ્ત કરી, પ્રાપ્ત