________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૪
૫૧
ભાવાર્થ- ઈર્ષા સમિતિ, આદાનનિક્ષેપના સમિતિ, એષણા સમિતિ એ ત્રણે સ્થાનમાં સદા સંયમ રાખી મુનિ ક્રોધ-માન માયા તથા લેભને ત્યાગ કરે.
समिए उ सया साहू, पंच-संवर-संखुडे । सिएहिं असिए भिक्खू, आमोक्खाय परिव्वएन्जासि ॥ १३ ॥
શબ્દાર્થ : (૧) સમિતિ યુક્ત (૨) સદા (૩) સાધુ (૪) પાંચ સંવરથી (૫) ગુપ્ત રહેનારા (૬) ગૃહસ્થમાં (૭) મૂછ ન રાખતા (૮) ભિક્ષુ (૯) મેક્ષની પ્રાપ્તિ થતાં સુધી (૧૦) સંયમપાલન કરે.
ભાવાર્થ- નિદોર્ષ ભિક્ષાચરી કરવામાં રક્ત સાધુ સમિતિ યુક્ત પાંચસંવરથી ગુપ્ત રહી ગૃહસ્થમાં મૂછ નહિ રાખતા થકા મેક્ષની પ્રાપ્તિ થતાં સુધી સંયમ પાલન કરે અને સમસ્ત કર્મોના ક્ષય કરવા સંયમમાં અનુરક્ત રહે આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામી પિતાના શિષ્ય શ્રી જંબૂસ્વામીને કહે છે.
પ્રથમ અધ્યયન સમાપ્ત