________________
* સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૪
- ૪૯ જી ભિન્ન ભિન્ન પર્યાયમાં બદલતા રહે છે, કારણ કે ઔદારિક શરીરવાળા સર્વ જીવોના યોગ-વ્યાપાર અવસ્થા વિશેષ સ્થૂલ છે. ઔદારિક શરીરવાળા પ્રાણી ગર્ભ કલલ અથવા અલ્દરૂપ પૂર્વ અવસ્થાને છોડી તેથી વિપરીત બાળકુમાર અથવા યૌવન વૃદ્ધાવસ્થા આદિ સ્થૂલ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે આશય એ છે કે ઔદારિક શરીરવાળા મનુષ્ય આદિ પ્રાણીઓની કાલકૃત કુમાર આદિ અવસ્થાએ પ્રત્યક્ષ ભન્નભિન્ન દેખાય છે. (પરંતુ એક સરખી અવસ્થા રહેતી નથી.) એ રીતે સ્થાવર અને જંગમ સર્વપ્રાણીઓ ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. તેમ જ સાંસારિક સર્વ પ્રાણી શારીરિક અને માનસિક દુઃખથી પીડિત રહેલ છે અને સર્વ પ્રાણીઓને દુઃખ અપ્રિય છે. સુખ પ્રિય છે. જાણી કઈ જીવની હિંસા નહિ કરવી તે આત્મકલ્યાણના તથા સુખના હેતુઓ છે. એમ જાણવું. વૈક્રિય શરીરવાળા જીવોમાં બાળપણું યુવાનપણું વૃદ્ધાવસ્થા આદિ અવસ્થા વિશેષરૂપ નથી. એક અંતમુહર્તમાં જેટલી અવગાહના થવાની હોય તે થઈ જાય છે. દેવ નારકી વૈકિય શરીરવાળા અપૂર્ણ આયુષ્ય મૃત્યુ પામતા નથી.
___एयं खु नाणिणो सारं, जं न हिंसइ किंचण । अहिंसा समयं चेव, एतावत्तं वियाणिया ॥ १० ॥
શબ્દાર્થ : (૧) એ જ (૨) નિશ્ચયથી (૩) વિવેકી-જ્ઞાનીઓને (૪) ન્યાય સંગત છે (૫) કેાઈ જીવની (૬) હિંસા (૭) ન કરે (૮) અહિંસા આશ્રયી સર્વ છે સાથે (૯) સમભાવ રાખ (૧૦) આ પ્રમાણે (૧૧) જાણવું. .
ભાવાર્થ- કેઈ પણ જીવની હિંસા નહિ કરવી એ જ્ઞાની પુરુષને માટે ન્યાય સંગત છે, જ્ઞાનની પ્રાપ્તિને એ જ સાર છે, સાથોસાથ જ્ઞાન–પ્રાપ્તિને સાર એ છે જે મૃણા ન બેલે, અદત્ત ગ્રહણ