________________
સુત્ર કૃતગ સુત્ર અ૧ ઉ૦ ૪
૪૭ પુરુષ જ થાય સ્ત્રી મૃત્યુ પામી સ્ત્રી થાય એક જ સ્વભાવવાળ લોક છે. વળી કેટલાક સાત દ્વીપવાળી પૃથ્વી હોવાનું માને છે. જેથી પરિણામવાળો લેક માને છે. કોઈ કહે છે જે પુત્ર રહિત પુરુષને માટે કોઈ લેક નથી. બ્રાહ્મણ દેવતા છે અને કુત્તા યક્ષ હેવાનું, તથા ગાયને મારવાવાળાને કઈ લેક મળતું નથી. આવી આવી બ્રમપૂર્ણ વાત કરે છે, વળી પાછા કહે છે જે આવા પ્રકારના લોકવાદને સાંભળવું જોઈએ આવા મિથ્યાવાદને પિષણરૂપ અન્ય. તીથીઓના આચાર વ્યવહાર બધા સંસાર પરિભ્રમણની વૃદ્ધિના હેતુ સમજી તેઓના સંગથી દૂર રહેવું.
. अपरिमाणं वियागाई, इहमेगेसि माहियं । सव्वस्थ सपरिमाणं, इति धीरोऽतिपसई ॥ ७ ॥
શબ્દાર્થ: (૧) પરિમાણ રહિત (ર) જાણે છે (૩) માં () કેટલાએક (૫) કહે છે (૬) સર્વત્ર (૭) પરિમાણસહિત (૮) એહ (૯) ધીરપુરુષ અત્યન્ત (૧૦) દેખે છે.
ભાવાર્થ – કેટલાએક અન્યતીથીની માન્યતા એ છે કે અતીન્દ્રિય પદાર્થોને જાણવાવાળા પુરુષ અવશ્ય છે, પરંતુ સર્વ પદાર્થના જ્ઞાતા (વાવાળા) સર્વજ્ઞ પુરુષ છે જ નહિ. પરિમિત પદાર્થોને જાણવાવાળા પુરુષે હોય છે, એમ ધીરપુરુષ કહે છે. આશય એ છે કે અન્યતીથીઓના તીર્થંકર અતીન્દ્રિય પદાર્થને દેખવાવાળા છે. છતાં પરિમિત પદાર્થોને જ જોવે છે, દેખે છે, તેથી સર્વ નથી, એટલે અપરિમિત જ્ઞાની હોવા છતાં પરિમિત પદાર્થને જ જુએ છે, જાણે છે, એટલે ઈષ્ટ અર્થને જાણવું ને જેવું, કીડાની સંખ્યાના જ્ઞાનની શી જરૂર છે.? તેમ તેઓ માને છે, બ્રહ્મા, દિવ્ય એક હજાર વરસ સુધી સૂઈ રહે છે, એ સમયે કિંચિત માત્ર દેખતા નથી, પણ
જ્યારે જાગે છે, ત્યારે દેખે છે, આવા પ્રકારને લેકવાર રહેલો છે. આવા અજ્ઞાનીઓને સંગ ન કર,