________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૩
૩૯
___ अमणुन्न समुप्पाय, दुक्खमेव वियाणिया । समुप्पाय मजाणन्ता, कहं नायंति संवरं ? ॥ १० ॥
શબ્દાર્થ : (૧) અશુભ અનુષ્ઠાનથી (૨) દુ:ખ (૩) ઉત્પન્ન થાય છે (૪) એ જાણવું જોઈએ (૫) દુઃખની ઉત્પત્તિનાં કારણ (૬) નહિ જાણવાવાળા લેકે દુઃખને નાશ કરવાના (૭) 'ઉપાયને (સંવરને) (૮) ક્યાંથી (૯) જાણી શકે.
ભાવાર્થ :- અશુભ અનુષ્ઠાનો-કાર્યો (હિંસા આદિ) કરવાથી દુઃખની ઉત્પત્તિ હોય છે. જે લેક દુઃખની ઉત્પત્તિના કારણને જાણે નહિ તે દુઃખના નાશના કારણને કયાંથી જાણી શકે? એટલે દુઃખની ઉત્પત્તિના અને નાશના હેતુ જાણ્યા વિનાની ક્રિયાઓ તે પણ આરંભ પરિગ્રહવાળી ક્રિયાથી દુઃખનો નાશ થતું નથી પરંતુ સંસારવૃદ્ધિરૂપ જન્મ, જરા મરણ અથવા ઈષ્ટ વિયોગ આદિ અનેક દુખથી પીડિત બની અન્યતીથીઓ અહટ યંત્રની (રંટની) માફક અનન્તકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે.
सुद्धे अपावए आया, इह मेगेसि माहिय । पुणो किड्डापदोसेणं, सो तत्थ अवरज्झई ॥ ११ ॥
શબ્દાર્થ (૧) શુદ્ધ (૨) પાપરહિત છે પરંતુ (૩) આત્મા (૪) કેટલાએકના (૫) કથન છે જે (૬) આ જગમાં (૭) પુનઃ (૮) રાગદ્વેષના કારણથી (૯) બંધાય છે.
ભાવાર્થ – આ જગતમાં કેઈનું કથન એ છે કે આત્મા શુદ્ધ પાપ રહિત છે. પરંતુ રાગદ્વેષના કારણથી આત્મા ફરી બંધાઈ જાય છે, શૈશાલક મતાનુયાયીને મત એવો છે જે મનુષ્યભવમાં શુદ્ધ આચરણથી નિષ્પાપ બની સર્વ કર્મોથી રહિત બની મેક્ષમાં જાય ,